🔥 TRENDING Punjab Accused of Misleading Public on... BJP Blames AAP for Shielding 'Paper Le... Assam CM Pays Tribute to Bhupen Hazari... Assam State Lottery Announces Bodoland... New Six-Foot Flowering Plant Discovere... Haryana Administerial Shakeup: Five HC...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠામાં અનાજની ચોરીનો ભેદ ઉકેલ્યો, તલોદ પોલીસે પકડ્યો આરોપી..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 21 Oct 2026, 11:27 PM 👁 67
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તલોદ પોલીસે ગણતરીના દિવસોમાં ફરીની દુકાનમાંથી ૬૫ કિલો મગફળી અને ૫૮ કિલો ઘઉંની ચોરીનો ભેદ ઉકેલી આરોપી બળવંતભાઈ મારવાડીને પકડી લીધો છે. કુલ કી.રૂ. ૭૯૧૫નો મુદ્દામાલ રિકવર કરાયો છે..

સાબરકાંઠામાં-:
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ,પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલ અને હિંમતનગર વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક એ.કે. પટેલ દ્વારા મિલકત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપવામાં આવી હતી. આ સુચના અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર સી.જી. રાઠોડે તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ચોરીના બનાવોની તપાસ કરવા સૂચના આપી હતી. તલોદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી ફરીયાદ મુજબ, તલોદ બસ સ્ટેન્ડ સામે આવેલી ફરીની દુકાનના શટરના તાળા તોડી અંદર પ્રવેશ કરી આશરે ૬૫ કિલો મગફળી (કી.રૂ. ૬૧૭૫) અને ૫૮ કિલો ઘઉં (કી.રૂ. ૧૭૪૦) એમ કુલ કી.રૂ. ૭૯૧૫નો મુદ્દામાલ ચોરી કરવામાં આવ્યો હતો..

આ ગુન્હાની તપાસમાં પોલીસે હ્યુમન સોર્સ, સી.સી.ટીવી ફુટેજ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભાવિકભાઈ રાયભણભાઈને બાતમી મળી હતી કે આરોપી બળવંતભાઈ ઉર્ફે બલ્લુ રમેશભાઈ મારવાડી અને ભાવેશભાઈ ઉર્ફે કહ્યું રમણભાઈ મારવાડીએ સાથે મળીને આ ચોરી કરી છે. બાતમી મુજબ ચોરી કરેલો મુદ્દામાલ તલોદથી હરસોલ જતા રોડ પર ટી.આર. ચોકડી પાસે રાખવામાં આવ્યો છે.આ હકીકતના આધારે પોલીસે આરોપી બળવંતભાઈ મારવાડીને પકડી લીધો હતો. પૂછપરછ દરમિયાન તેણે પાસે રહેલો મુદ્દામાલ ચોરી કરેલો હોવાનું કબૂલ કર્યું હતું..

આરોપી પાસેથી કુલ કી.રૂ. ૭૯૧૫નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. આરોપી બળવંતભાઈ મારવાડી (રહે. તલોદ રામનગર) ને અટકળે છે, જ્યારે બીજો આરોપી ભાવેશભાઈ મારવાડી (રહે. તલોદ માર્કેટયાર્ડ પાછળ) ને પકડવા માટે પોલીસે કાર્યવાહી ચાલુ રાખી છે.તલોદ પોલીસ સ્ટાફે ગણતરીના દિવસોમાં આ અનાજ ચોરીનો ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરી છે.કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર સી.જી.રાઠોડ,બી.એલ.રાયજાદા પોલીસ સબ ઇન્સ્પેક્ટર,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભાવિકભાઈ રાયભણભાઈ,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ નિકુલસિંહ મહેન્દ્રસિંહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કૌશિકકુમાર શકરાભાઈ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રવિ બાબુભાઇ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સુરેશસિહ ચકુસિહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ તુષારકુમાર રમેશભાઈ.
📲Get App