🔥 TRENDING મંગરોળ કેશોદ બાયપાસના સનાતન આશ્રમમાં દ... जनता दर्शन में CM योगी ने सुनीं जनसमस्... पूर्वी चंपारण में दंपती के साथ कथित सा... Breaking news बांका के धोरैया में रावण दहन, भोजपुरी... राजकीय नर्सेज संघ ने वाराणसी में काली...
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતમાં દશેરા‑વિજયાદશમી માટે પોલીસ હેડક્વાર્ટરમાં વિશેષ શસ્ત્ર પૂજા, નવરાત્રીમાં કડક સુરક્ષા

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 21 Oct 2026, 10:20 AM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દશેરા‑વિજયાદશમીના પવિત્ર તહેવાર પર સુરત પોલીસ હેડક્વાર્ટરમાં શસ્ત્ર પૂજા યોજાઈ અને નવરાત્રી દરમિયાન શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકાઈ.

આજે દશેરા અને વિજયાદશમીના પવિત્ર તહેવાર નિમિત્તે સુરત પોલીસ હેડક્વાર્ટરમાં વિશેષ શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું. આ ધાર્મિક અને પરંપરાગત વિધિમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા.

પુજા દરમિયાન નાગરિકોની સુરક્ષા અને શાંતિ માટે ખડેપહેરે રહેલા પોલીસ દળના હથિયારોની પૂજા કરવામાં આવી, જે વર્ષોથી જળવાઈ આવેલી પરંપરા છે.

નવરાત્રી દરમિયાન સુરત પોલીસ દ્વારા શહેરમાં કડક સુરક્ષા અને સલામતી જાળવવામાં આવી. નવ દિવસના નવરાત્રી મહોત્સવ દરમિયાન પોલીસ વિભાગે આધુનિક સાધન‑સામગ્રી, ડ્રોન અને હથિયારોનો યોગ્ય ઉપયોગ કરીને સમગ્ર ઉત્સવને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કર્યો.

આ સચોટ આયોજનબદ્ધ કામગીરીને કારણે નવરાત્રી પર્વ દરમિયાન ઉત્તમ સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં મોટી સફળતા મળી, અને નાગરિકો સુરક્ષિત રીતે તહેવારોનું આનંદ માણી શક્યા.
📲Get App