🔥 TRENDING ਘਰਾਚੋਂ ਦੇ ਸਤਿਸੰਗ ਘਰ ਕੋਲ ਪਰਿਵਾਰ ਨਾਲ ਵੱਡ... Tiger Shroff’s Legal Case Set for Toda... बनखंडी हनुमान मंदिर में रामायण पाठ का... Maharashtra Political Tensions Rise Af... Maharashtra signs MoU with Seva First... दशरा visarjan
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

લુણાવાડાના ભોઈવાડામાં માતાજીના ગરબાની ભાવભીની વિદાય - દશેરાએ ગુંજ્યો જય અંબેનો નાદ

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 21 Oct 2026, 09:35 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લુણાવાડાના ભોઈવાડામાં ગરબાની ભાવભીની વિદાય - દશેરાએ ગુંજ્યો જય અંબેનો નાદ

નમસ્કાર...

લુણાવાડા શહેરમાં નવરાત્રી મહોત્સવની ભક્તિમય પૂર્ણાહુતિ થઈ છે.

નવ દિવસ સુધી આદ્યશક્તિ મા અંબેની આરાધના, પૂજા અર્ચના અને ગરબાની રમઝટ બાદ, દશેરાના દિવસે લુણાવાડાના ભોઈવાડા વિસ્તારમાંથી ગરબાને ભાવભીની વિદાય આપવામાં આવી હતી.

દ્રશ્ય ખૂબ જ ભાવુક હતું. મોટી સંખ્યામાં સ્ત્રીઓ,l તેમજ બાળાઓ માથે ગરબો ધારણ કરીને, જય અંબેના નાદ સાથે ડીજે ના તાલે ગરબા ગાતા રસ્તા પર નીકળ્યા હતા.

હાથમાં ચુંદડી, માથે શણગારેલો ગરબો અને મુખ પર માતાજીના નામનો જયઘોષ... આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

આ યાત્રા શહેરના વાંસીયા તળાવ પર આવેલ ખોડીયાર માતાના મંદિરે પહોંચી હતી. જ્યાં ભક્તોએ માતાજીના દર્શન કરી, વિધિ વિધાન સાથે ગરબાની વિદાય વિધિ કરી હતી.

નવ દિવસ સુધી જે ગરબામાં અખંડ જ્યોત પ્રગટાવી હતી, તેને વિદાય આપતા ભક્તોની આંખો ભીની થઈ હતી, તો સામે આવતા વર્ષે માતાજી ફરી પધારશે તેવી અતૂટ શ્રદ્ધા પણ જોવા મળી હતી.

આમ, લુણાવાડાના ભોઈવાળામા દશેરા પર્વની ઉજવણી ભક્તિ, પરંપરા અને આસ્થાના ત્રિવેણી સંગમ સાથે સંપન્ન થઈ હતી.
📲Get App