🔥 ट्रेंडिंग पूर्वी उत्तर-पूर्व में तैयारी बढ़ाने क... अरुणाचल में NHPC ने सबानसिरी यूनिट 5 क... वाइल्डलाइफ़ इंस्टीट्यूट ऑफ इंडिया करेग... एटा के जैथरा में दो बाइकों की भिड़ंत,... जम्मू में स्कूटर सवार की हिट‑एंड‑रन मे... उधमपुर के पास बस गड्ढे में गिरती, दो ल...
21 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ડભોઇ તાલુકાના ગામડી ગામે બે મકાનોમાં ભીષણ આગ: ઘરવખરી અને ઘાસચારો બળીને ખાખ લાખોનું નુકસાન

✍️ रिपोर्टर: Dhobi Dharmendrkumar 🗓 21 अक्टू. 2026, 08:18 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ડભોઇ તાલુકાના ગામડી ગામે બે મકાનોમાં ભીષણ આગ: ઘરવખરી અને ઘાસચારો બળીને ખાખ લાખોનું નુકસાન

બેકિંગ ન્યૂઝ
વડોદરા ડભોઈ

ડભોઇ તાલુકાના ગામડી ગામે બે મકાનોમાં ભીષણ આગ: ઘરવખરી અને ઘાસચારો બળીને ખાખ લાખોનું નુકસાન

ડભોઇ તાલુકાના ગામડી ગામે અચાનક આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરી મચી ગઈ

રહેણાંક મકાનોમાં અગમ્ય કારણોસર ભીષણ આગ ભભૂકી ઊઠતાં સમગ્ર વિસ્તારમાં નાસભાગ

મળતી પ્રાથમિક વિગતો અનુસાર, ગામડી ગામના પાટણવાડીયા ફળિયામાં રહેતા જયેન્દ્રભાઈ પાટણવાડીયા તેમજ જગદીશભાઈ પાટણવાડીયાના મકાનને આગે પોતાની ચપેટમાં લીધું

જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા.
આ ભયાનક દુર્ઘટનામાં ઘરમાં રાખેલી તમામ ઘરવખરી, અનાજ અને ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.
આ ઉપરાંત, પશુપાલન માટે રાખેલો સૂકો ઘાસચારો પણ આગમાં બળીને ભસ્મીભૂત

ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવી
હતી
ડભોઇ નગરપાલિકાના ફાયર બ્રિગેડને ફાયર ફાઇટરોની ટીમે તુરંત ઘટનાસ્થળે પહોંચી જઈ

પાણીનો સતત મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.

આ આગની દુર્ઘટનામાં બંને પરિવારોને લાખો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જોકે, સદનસીબે સમયસૂચકતાના કારણે કોઈ જાનહાનિ ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ કોઈ ચોક્કસ માહિતી મળી શકી નથી, પરંતુ શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી હોય એવું અનુમાન કરી રહ્યા ગામ ના લોકો
📲Get App