Crime
સુરતમાં 'છોટા યોગી' સામે ગોડાદરા પોલીસે દરજ્જાંક ગુનો નોંધ્યો
કેન્દ્રીય મંત્રી સાથેની વાતચીતનો વીડિયો અને મોબાઈલ નંબર વાઈરલ કરીને ઉગ્ર આંદોલનની ધમકી આપવાના આરોપમાં સુરતના એક શખ્સ સામે ગોડાદરા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.
સુરતમાં પોતાને 'છોટા યોગી' તરીકે ઓળખાવતા એક શખ્સ સામે ગોડાદરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ શખ્સે હાલમાં જ કેન્દ્રીય જળ સંસાધન મંત્રી સી.આર. પાટીલ સાથે ફોન પર કરેલી વાતચીતનો વીડિયો અને તેમનો મોબાઈલ નંબર સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો હતો. વીડિયોમાં તેણે બદનક્ષી થાય તે હેતુથી ધમકીભર્યા શબ્દોમાં ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપી હતી, જેનાથી લોકોમાં નાહક ઉશ્કેરાટ અને અરાજકતા પેદા થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલાની શરૂઆત શ્રમિકો પર થયેલી પોલીસ કાર્યવાહીથી થઈ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સાપ્તાહિક રજાના દિવસે એકત્ર થયેલા શ્રમિકોને પોલીસે બળપ્રયોગ કરીને ત્યાંથી હટાવ્યા હતા. આ ઘટનાથી નારાજ થઈને 'છોટા યોગી' તરીકે ઓળખ આપતા આ શખ્સે સીધા કેન્દ્રીય મંત્રીને કોલ કર્યો હતો.
તેણે આ મુદ્દાને લઈને ઇન્સ્ટાગ્રામ પર વીડિયો બનાવીને જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તે રીતે વૈમનસ્ય અને દ્વેષની લાગણીઓને પ્રોત્સાહિત કરી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને ધમકી અને અરાજકતા પેદા કરવાના આરોપમાં કાર્યવાહી કરવામાં આવી છે.