🔥 TRENDING बड़वानी में भावभीनी श्रद्धांजलि के साथ... Khordha Murder Case Cracked Within 48... Kanak News Odisha launches live 3 PM b... Youth shot dead during Durga immersion... निषाद पार्टी ने बीजेपी को आरक्षण पर अल... सीएम हेल्पलाइन शिकायत निराकरण में जबलप...
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ઝઘડિયાના ભાલોદ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નવું મકાન બનશે:જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું

✍️ Reporter: MALEK SIRAJUDDIN I. 🗓 21 Oct 2026, 10:52 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાત વર્ષથી પેટા આરોગ્ય કેન્દ્રના મકાનમાં ચાલતા આરોગ્ય કેન્દ્રને મળશે નવું સુવિધાસભર મકાન;૨૦ ગામોના લોકોને આરોગ્ય સેવાનો લાભ મળશે

ઝઘડિયાના ભાલોદ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નવું મકાન બનશે:જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું

સાત વર્ષથી પેટા આરોગ્ય કેન્દ્રના મકાનમાં ચાલતા આરોગ્ય કેન્દ્રને મળશે નવું સુવિધાસભર મકાન;૨૦ ગામોના લોકોને આરોગ્ય સેવાનો લાભ મળશે




ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે નવા બનનારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મકાનનું આજે બુધવારના રોજ સવારે ૧૦ વાગ્યે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પંચાયતનાં પ્રમુખ શ્રીમતી ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ, ઝઘડિયાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવા તથા ભરૂચ જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન વિમલભાઈ પટેલના હસ્તે વિધિવત્ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ભાલોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છેલ્લા સાત વર્ષથી પેટા આરોગ્ય કેન્દ્રના મકાનમાં કાર્યરત છે. હવે નવા મકાન માટે મંજૂરી મળતાં જૂના સરકારી દવાખાનાની જગ્યા પર નવા મકાનના નિર્માણની કામગીરી માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભાલોદ ખાતે નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું સુવિધાસભર મકાન તૈયાર થતાં આરોગ્ય કેન્દ્રના કાર્યક્ષેત્રમાં આવતાં આશરે ૨૦ ગામોના લોકોને આરોગ્ય સેવાઓનો વધુ સારો લાભ મળી શકશે. નવા મકાનના નિર્માણથી સ્થાનિક નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે અને વિસ્તારની આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં આ આયોજન મહત્ત્વનું બની રહેશે.
આ પ્રસંગે આયુષ્માન આરોગ્ય મંદિર ભાલોદ, વણાકપોર, સંજાલી અને રતનપોરનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય મંદિરોના પ્રારંભથી સ્થાનિક વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય સેવાઓને વધુ સુલભ બનાવવાના પ્રયાસોને વેગ મળશે.
ખાતમુહૂર્ત અને લોકાર્પણના આ કાર્યક્રમ દરમિયાન ભરૂચ જિલ્લા પંચાયતનાં પ્રમુખ ડિમ્પલબેન રાજ તથા ઝઘડિયાના ધારાસભ્ય રિતેશભાઈ વસાવાએ પ્રસંગોચિત પ્રવચનો કર્યા હતા. આરોગ્ય સુવિધાઓના વિકાસ અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને વધુ સારી આરોગ્ય સેવાઓ મળી રહે તેવા પ્રયાસોના મહત્ત્વ અંગે ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ સરસ્વતીબેન વસાવા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ, ભાજપાના અગ્રણી વિક્રમસિંહ રાજ, જિલ્લા ભાજપા બક્ષીપંચ મોરચાના મંત્રી મહેશભાઈ પાટણવાડિયા, જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ), જિલ્લા આરોગ્ય અધિકારી (ડીએચઓ), તાલુકા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત ભાલોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબો હિનલ પાદરીયા અને દેવાંગનાબેન સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન ભાલોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ભાવેશ કપ્તાને કર્યું હતું. નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મકાનના ખાતમુહૂર્ત અને ચાર આયુષ્માન આરોગ્ય મંદિરોના લોકાર્પણ સાથે ભાલોદ સહિત આસપાસનાં ગામોમાં આરોગ્ય સુવિધાઓના વિકાસની નવી દિશા ખૂલી છે.

રીપોટર: મલેક સિરાજુદ્દીન જગડીયા
📲Get App