🔥 TRENDING Election Commission team visits Manipu... OPPO Launches F35 Series 5G in Pune, S... Deltin Launches 'IMMORTALS' 2026 Poker... Nagaland NPP Leader Labels Liquor Ban... Shiv Sena (UBT) Criticizes Centre in S... Manipur Police Register Case After Ass...
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન

✍️ Reporter: Vijay Ramachandra Radiya 🗓 21 Oct 2026, 04:34 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઉપલેટામાં દશેરા નિમિત્તે ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રપૂજા અને ભવ્ય રેલીનું આયોજન

વડલી ચોક ખાતે કડવા પટેલ સમાજના આગેવાનો અને ઉમિયા સમિતિના સભ્યોએ ફૂલહારથી કર્યું ભાવભર્યું સ્વાગત

ઉપલેટા | રિપોર્ટર વિજય રાડીયા

ઉપલેટા શહેરમાં દશેરાના પાવન પર્વ નિમિત્તે ક્ષત્રિય સમાજ દ્વારા પરંપરાગત રીતે શસ્ત્રપૂજા અને અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક વિધિ-વિધાન અને પરંપરાગત રીતરિવાજો સાથે શસ્ત્રપૂજા કર્યા બાદ સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રેલી ઉપલેટાના મુખ્ય બજાર અને રાજમાર્ગ પરથી પસાર થઈ વડલી ચોક ખાતે પહોંચી હતી. રેલી દરમિયાન પરંપરાગત ઉત્સાહ અને સામાજિક એકતાનો માહોલ જોવા મળ્યો હતો.

વડલી ચોક ખાતે ઉપલેટા કડવા પટેલ સમાજના આગેવાનો તેમજ કડવા પટેલ સોશિયલ ઉમિયા સમિતિના સભ્યોએ ક્ષત્રિય સમાજના લોકોનું ફૂલહાર પહેરાવીને ભાવભર્યું સ્વાગત કર્યું હતું.

દશેરાના પર્વ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં પરંપરા, સંસ્કૃતિ અને સામાજિક સદભાવનાની ઝલક જોવા મળી હતી. વિવિધ સમાજના આગેવાનો અને સભ્યોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ બનાવ્યો હતો.

રિપોર્ટર: વિજય રાડીયા, ઉપલેટા
📲Get App