🔥 TRENDING తణుకు నియోజకవర్గంలో 60 శాతానికి పైగా ఓ... વેપારીઓમાં રોષ: ધંધામાં અવરોધ ઉભો કરવા... BJP Wraps Up Nationwide Campaign in Ha... CBI Seeks Custody of Chandrakar to Tra... આરોપી બે છાત્રાલયનું સંચાલન કરતી હતી અ... 50 Blackbucks Set to Return to Gomarda...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

શ્રીનાથજી સોસાયટીમાં દશમ નિમિત્તે ભવ્ય મહાઆરતી યોજાઈ

✍️ Reporter: Rushikesh Joshi 🗓 21 Oct 2026, 07:38 AM 👁 102
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નવરાત્રિ એટલે શક્તિની ઉપાસના, શ્રદ્ધાનો ઉત્સવ અને સંસ્કૃતિના સંવર્ધનનું પાવન પર્વ.

શ્રીનાથજી સોસાયટીમાં દશમ નિમિત્તે ભવ્ય મહાઆરતી યોજાઈ

નવરાત્રિ એટલે શક્તિની ઉપાસના શ્રદ્ધાનો ઉત્સવ અને સંસ્કૃતિના સંવર્ધનનું પાવન પર્વ આદ્યશક્તિ મા જગદંબાની આરાધનાના આ દિવ્ય અવસરે ઊંઝા-પાટણ રોડ પર આવેલી શ્રીનાથજી સોસાયટી ખાતે દશમ નિમિત્તે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ભક્તિ, ભાવના અને આસ્થાના ત્રિવેણી સંગમ સમા આ ધાર્મિક કાર્યક્રમમાં સોસાયટીના રહીશોએ ઉત્સાહભેર સહભાગી બની માતાજીનાં ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતાની અનુભૂતિ કરી હતી
કાર્યક્રમના પ્રારંભે આચાર્ય પ્રકાશભાઈ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અનુસાર પૂજા-અર્ચના કરાવી ધાર્મિક માહોલને મંગલમય બનાવવામાં આવ્યો હતો ત્યારબાદ યજમાન પરિવારની ઉપસ્થિતિમાં મા જગદંબાની ભવ્ય મહાઆરતી ઉતારવામાં આવી હતી આરતીના પવિત્ર સૂર, દીવડાઓની ઝળહળતી જ્યોત અને માતાજીના જયઘોષથી સમગ્ર સોસાયટી ભક્તિરસમાં તરબોળ બની હતી બાળકો બહેનો અને ભાઈઓએ એકસાથે આરતીમાં જોડાઈ માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા વ્યક્ત કરી હતી જાણે સમગ્ર સોસાયટીમાં ભક્તિની ગંગા વહેતી થઈ હોય તેવો અલૌકિક માહોલ સર્જાયો હતો.પ્રમુખ આચાર્ય ઉપેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે શ્રીનાથજી સોસાયટીમાં છેલ્લા સાત વર્ષથી નવરાત્રિ મહોત્સવની ઉજવણી પરંપરાગત રીતે સુંદરતા અને આકર્ષક આયોજન સાથે કરવામાં આવે છે મહાઆરતીની પરંપરાને પણ વર્ષોથી અવિરત જાળવી રાખવામાં આવી છે મહાઆરતીના આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે નવરાત્રિ મહોત્સવના આયોજકો સચિનભાઈ સથવારા ચિરાગભાઈ પટેલ, દિલીપભાઈ પ્રજાપતિ નરેન્દ્રભાઈ પટેલ અને આચાર્ય પ્રકાશભાઈ સહિત શ્રીનાથજી સોસાયટીના સમગ્ર પરિવારે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું
📲Get App