🔥 TRENDING મંગરોળ કેશોદ બાયપાસના સનાતન આશ્રમમાં દ... जनता दर्शन में CM योगी ने सुनीं जनसमस्... पूर्वी चंपारण में दंपती के साथ कथित सा... Breaking news बांका के धोरैया में रावण दहन, भोजपुरी... राजकीय नर्सेज संघ ने वाराणसी में काली...
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સમીના નાની ચંદુર ગામે નવરાત્રી મહોત્સવ અને દશેરા પર ભવાઈ મંડળ દ્વારા ભવ્ય ભવાઈ તથા રાવણ દહન સાથે નવરાત્રીની ભક્તિમય પૂર્ણાવૃતિ

✍️ Reporter: Atul Thakor 🗓 21 Oct 2026, 11:54 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નાની ચંદુર ગામે નવરાત્રી મહોત્સવ અને દશેરા પર ભવાઈ મંડળ દ્વારા ભવ્ય ભવાઈ તથા રાવણ દહન સાથે નવરાત્રીની ભક્તિમય પૂર્ણાવૃતિ

સમી :
નાની ચંદુર ગામે આ વર્ષે પણ નવરાત્રી પર્વની ભારે ધામધૂમ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રીના નવ દિવસ દરમિયાન ગ્રામજનો દ્વારા માતાજીના ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી, જેમાં મોટો સંખ્યામાં ભક્તો અને ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા.

દશેરાની રાત્રે બહુચર ભવાઈ મંડળ દ્વારા પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવતો ‘પાવાનો પતિનો પતન’ નાટક/વેશ રજૂ કરવામાં આવ્યો હતો. આ સાથે જ મહાકાળી માતાજીના ગરબા અને ભક્તિમય પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત સહુ ગ્રામજનોએ ભાવવિભોર બનીને નિહાળી હતી.
ત્યારબાદ બીજે દિવસે સવારે ભવાઈ મંડળ દ્વારા રાવણ દહન (રાવણ વધ) નો કાર્યક્રમ યોજાયો હતો. રાવણ વધ સાથે જ અસત્ય પર સત્યના વિજયનો સંદેશ આપવામાં આવ્યો હતો અને માતાજીની ભવાઈ સાથે આ વર્ષના ભવ્ય નવરાત્રી મહોત્સવની ધામધૂમથી પૂર્ણાવૃતિ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ગામના તમામ આબાલવૃદ્ધો, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર વાતાવરણ «જય માતાજી»ના નાદથી ગુંજી ઊઠ્યું હતું.
📲Get App