🔥 TRENDING कटिहार पुलिस लाइन 5मे रह रहा था फर्जी... १ मेच्या ग्रामसभेसाठी १०० ग्रामस्थांची... स्थानीय युवाओं लोकल यूथ की स्थिति કુમકોતર-સાંધ્રા માર્ગ પર નવું નાળું બે... চীনা লাইটের দাপটেও হার না মানা পুরুলিয... చర్ల బస్టాండ్ సెంటర్లో ట్రాఫిక్ ఇబ్బంద...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

પાલનપુર હાઇવે પર રીક્ષા અકસ્માતમાં ત્રણ મૃત્યુ,અજાણ્યા ટેન્કર ચાલકને ધરપકડ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 21 Oct 2026, 11:30 PM 👁 62
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

19 ઓક્ટોબર 2026 ની રાત્રીમાં પાલનપુર ડીસા હાઇવે પર ટેન્કર ચાલકે રીક્ષા સાથે ટક્કર મારી,ત્રણ લોકોના મૃત્યુ અને ટેન્કર ચાલકને ધરપકડ કરવામાં આવી..

બનાસકાંઠામાં-:
19 ઓક્ટોબર 2026 ની રાત્રી 9 વાગે પાલનપુર ડીસા હાઇવે પર બાદરપુરા (ખોડલા) ગામના પાટીયા પાસે સફેદ કલરના અજાણ્યા ટેન્કર ચાલકે પોતાના ટેન્કરને બેદરકારીથી ચલાવી, રીક્ષા નં. 6443 ને પાછળથી ટક્કર મારી, જેના પરિણામે રીક્ષા ચાલક અને પાછળ બેઠેલા બે મુસાફરો ગંભીર ઇજાઓને કારણે મૃત્યુ પામ્યા.પીડિતોમાં શ્રવણભાઈ ભીલ (CNG રીક્ષા ચાલક),દિનેશભાઈ ભીલ (માજીરાણા) અને ચેહરાભાઈ મલુપુરા, લાસુબેન મલુપુરા સામેલ હતા.ત્રણેયનું મૃત્યુ થયુ અને ટેન્કર ચાલકે ઘટનાસ્થળેથી નાસી ગયો..

સ્થાનિક પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ  પાલનપુરની ટીમે CCTV કેમેરા અને ટેન્કર નંબર GJ‑18‑BT‑8500 ને તપાસી, માલિક શેખાવત પેટ્રોલીયમ (રાજપુર‑કડી) અને ચાલક મહેશભાઈ અંબાભાઈ શેખલીયા (મોટા, પાલનપુર) ની ઓળખ કરી. ટેન્કર ચંડીસર HPCL ટર્મિનલ સ્ટેશનથી પેટ્રોલ અને ડીઝલ લઈ રહ્યો હતો.ગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નંબર 11195024260809/2026 BNS કલમ 281,106(1) MV એક્ટ ક. 177, 184, 134 મુજબ કેસ દાખલ થયો.કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં ડી.એમ.રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર,આર.બી.જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અલ્પેશભાઈ,હેડ કોન્સ્ટેબલ દીલીપસિહ,અંકીતકુમાર હેડ કોન્સ્ટેબલ,પ્રકાશભાઈ પોલીસ કોન્સ્ટેબલ,પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એસ.ગઢવી,બળવંતસિહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,હેડ કોન્સ્ટેબલ કનકસિંહ,અમરતભાઈ હેડ કોન્સ્ટેબલ,નિશાન્તકુમાર પોલીસ કોન્સ્ટેબલ,પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ આમ,લોકલ ક્રાઇમ બ્રાન્ચ અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસનીય કામગીરીને નોંધવામાં આવી.
📲Get App