🔥 TRENDING ਘਰਾਚੋਂ ਦੇ ਸਤਿਸੰਗ ਘਰ ਕੋਲ ਪਰਿਵਾਰ ਨਾਲ ਵੱਡ... Tiger Shroff’s Legal Case Set for Toda... बनखंडी हनुमान मंदिर में रामायण पाठ का... Maharashtra Political Tensions Rise Af... Maharashtra signs MoU with Seva First... दशरा visarjan
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

કાગવડ રેલવે ટ્રેક પર યુવતીની લાશ મળવાના કેસમાં મોટો ખુલાસો, પતિ જ હત્યાનો આરોપી!

✍️ Reporter: DHRUVIK SINH SOLANKI 🗓 21 Oct 2026, 08:53 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
🔴 કાગવડ રેલવે ટ્રેક પર યુવતીની લાશ મળવાના કેસમાં મોટો ખુલાસો, પતિ જ હત્યાનો આરોપી!

રાજકોટ જિલ્લાના કાગવડ અને પીઠડિયા વચ્ચેના રેલવે ટ્રેક પરથી મળી આવેલી 20 વર્ષીય દક્ષાબેનની લાશના કેસમાં વીરપુર પોલીસ PI Rathod સાહેબ અને LCBની ટીમે હત્યાનો ભેદ ઉકેલી આરોપી પતિ દીપક પ્રતાપભાઈ સિંગારને ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી અનુસાર, રેલવે ટ્રેક પર યુવતીની લાશ જોવા મળતાં રેલવે કર્મચારીએ સમયસર ટ્રેન રોકાવી પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

DYSPના જણાવ્યા અનુસાર, મેડિકલ રિપોર્ટ અને પોલીસ તપાસમાં દક્ષાબેનનું ગળું દબાવી તેમજ માથામાં પથ્થર મારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

પોલીસ તપાસમાં એવો ખુલાસો થયો છે કે લગ્નના છથી સાત મહિના બાદ પતિ દીપકને પત્ની અન્ય વ્યક્તિ સાથે ફોન પર વાત કરતી હોવાની શંકા હતી. આ શંકાને કારણે તેણે હત્યા કરી હોવાનો આરોપ છે. હત્યા બાદ ઘટનાને આત્મહત્યા દર્શાવવાના ઇરાદે યુવતીની લાશ રેલવે ટ્રેક પર મૂકી દેવામાં આવી હોવાની વિગતો પણ તપાસમાં સામે આવી છે.

આમ, વીરપુર પોલીસ અને LCBની સંયુક્ત તપાસના પરિણામે ગણતરીના કલાકોમાં કેસનો ભેદ ઉકેલાયો છે. હાલ પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App