🔥 TRENDING Mastermind of Multi-State Fake Alcohol... Odisha Unveils Action Plan to Implemen... અમદાવાદમાં નકલી પત્રકાર બની તોડપાણી કર... दशहरा पर मां दुर्गा की प्रतिमाओं का वि... दुष्काळामध्ये कठीण परिस्थिती उज्जैन जिले में पिछले 24 घंटे में औसत...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટ સિવિલ હોસ્પિટલના કર્મચારીઓમાં રોષ! બોનસ અને પગાર વધારાની માંગ સાથે હડતાળની ચીમકી

✍️ Reporter: PARAG CHAUHAN 🗓 21 Oct 2026, 11:16 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓમાં છેલ્લા બે વર્ષથી બોનસ બંધ કરી દેવામાં આવતા તેમજ ઓછા પગારને લઈને ભારે નારાજગી જોવા મળી રહી છે. કર્મચારીઓના જણાવ્યા મુજબ, છેલ્લા 20 વર્ષથી મળતું બોનસ કંપની દ્વારા છેલ્લા બે વર્ષથી આપવામાં આવતું નથી. આ ઉપરાંત, મોંઘવારીના સમયમાં મળતો પગાર પણ ઓછો પડતો હોવાની તેમની ફરિયાદ છે. કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે પગાર સ્લીપમાં દર્શાવવામાં આવતી પીએફની રકમ પણ જમા કરવામાં આવતી નથી. બીજી તરફ, પૂરતા કર્મચારીઓની ભરતી ન કરાતી હોવાથી એક જ કર્મચારી પાસે બે-બે કામ કરાવવામાં આવે છે અને કામના કલાકો પણ વધુ રહે છે.
📲Get App