મુંદરામાં લગ્રેત્તર સંબંધની શંકામાં ડબલ મર્ડર, સમગ્ર શહેરમાં ચર્ચા
મુંદરાના બારઈ રોડ પર આવેલી સેન્ટ ઝેવિયર સ્કૂલની પાછળના વિસ્તારમાં લગ્નેત્તર સંબંધની શંકાને લઈને થયેલા હિંસક ઝઘડામાં બે લોકોના મોત થયા છે.| આદિપુરના રહેવાસી શંકર ગઢવીને તેની પત્નીના| મુંદરાના જયરાજ સરવૈયા સાથે આડા સંબંધ હોવાની| શંકા હતી. શંકર તેના મિત્ર પ્રકાશ સુથાર સાથે મુંદરા| પહોંચ્યો અને જયરાજ સાથે ઉગ્ર બોલાચાલી થઈ.| ગરમાગરમી દરમિયાન ત્રણેય વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ અથડામણમાં પ્રકાશ સુથાર અને જયરાજ સરવૈયાને ગંભીર ઈજાઓ થતા તેમને હોસિ્પટલ લઈ| જવામાં આવ્યા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત| જાહેર કર્યા. શંકર ગઢવીને પણ ગંભીર ઈજાઓ થઈ છે.| ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના| સ્થળે દોડી ગયો હતો અને આરોપી શંકર ગઢવીની ધરપકડ કરી તેને સારવાર માટે હોસિ્પટલમાં દાખલ કર્યો| છે. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ ડબલ મર્ડરની ઘટનાને કારણે સમગ્ર| મુંદરામાં ચર્ચા જાગી છે. પોલીસના પ્રાથમિક તારણ| મુજબ આ હત્યાકાંડ આડા સંબંધની શંકાના કારણે| સર્જાયો છે. તપાસ અધિકારીએ જનતાને અપીલ કરી છે કે અન્ય કોઈ અફવાઓમાં ન આવવું અને વધુ વિગન્ય પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.