🔥 ट्रेंडिंग बड़ोद में दशहरा मैदान पर 51 फीट रावण प... 5000 વર્ષ જૂની પલ્લી યાત્રા પૂર્ણ, રૂપ... ભચાઉના કકરવા પાસે અકસ્માત માં બે ના મો... ધાનપુર તાલુકાના રાછવા ગામમાં વિશાળ અજગ... हरियाणा में जमीन विवाद में एक व्यक्ति... सीएम साई ने छत्तीसगढ़ में टडोकी‑रोघाट...
20 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
राजनीति

ગુજરાતમાં ૨૯,૮૨૨ મેગાવોટની વિક્રમી વીજ માંગ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઊર્જા વિભાગ સાથે કરી ઉચ્ચસ્તરીય બેઠક

✍️ रिपोर्टर: Bhalodiya Samirkumar 🗓 20 अक्टू. 2026, 08:10 PM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાતમાં નબળા ચોમાસા અને વધતા તાપમાને કારણે વીજળીની માંગમાં ઘાતક વધારો થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અવિરત વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે ઊર્જા વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી છે.

ગાંધીનગર : ગુજરાતમાં વીજળીની વધતી માંગને પહોંચી વળવા અને ખેડૂતો, ઉદ્યોગો તેમજ સામાન્ય નાગરિકોને અવિરત વીજ પુરવઠો મળી રહે તે સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે ઊર્જા વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી વીજ વ્યવસ્થાની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. રાજ્યમાં તાજેતરમાં ૨૯,૮૨૨ મેગાવોટની વિક્રમી વીજ માંગ નોંધાઈ છે. નબળા ચોમાસા અને વધતા તાપમાનને કારણે વીજળીની માંગમાં વધારો થવાની પરિસ્થિતિ વચ્ચે પણ રાજ્ય સરકાર અવિરત વીજ પુરવઠો જાળવી રાખવા માટે સજ્જ હોવાનું બેઠકમાં જણાવાયું હતું.

વીજ ઉત્પાદન માટે કોલસાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે તે દિશામાં મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યાં છે. કેન્દ્રીય કોલસા મંત્રાલય દ્વારા નવેમ્બર મહિનાથી દરરોજ ૧૩થી ૧૪ રેલવે રેક કોલસાનો પુરવઠો સુનિશ્ચિત કરવાની ખાતરી આપવામાં આવી છે. આ પગલાથી રાજ્યમાં વીજ ઉત્પાદનની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળશે. સાથે જ, સાંજના સમયે વીજળીની વધતી માંગને પહોંચી વળવા માટે દિવસ દરમિયાન સોલાર ઊર્જાથી ઉત્પન્ન થતી વીજળીનો સંગ્રહ કરી સાંજે ઉપયોગ કરી શકાય તે માટે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS)ની ક્ષમતા વધારવામાં આવી રહી છે. આ વ્યવસ્થાથી સૌર ઊર્જાનો વધુ અસરકારક ઉપયોગ કરી વીજ પુરવઠાનું આયોજન મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

રાજ્યની ભવિષ્યની વીજ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૮-૨૯થી સેન્ટ્રલ જનરેટિંગ સ્ટેશનમાંથી તબક્કાવાર ૨,૫૦૦ મેગાવોટથી વધુ વીજળી ઉપલબ્ધ થવાની અપેક્ષા છે. આ ઉપરાંત, આગામી વર્ષોમાં વધતી વીજ માંગને પહોંચી વળવા માટે વધુ ૫,૦૦૦ મેગાવોટ વીજળી ફાળવવા કેન્દ્ર સરકારને વિનંતી કરવામાં આવી છે. રાજ્ય સરકારના આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને ખેતી માટે, ઉદ્યોગોને ઉત્પાદન માટે અને સામાન્ય નાગરિકોને દૈનિક જરૂરિયાતો માટે સતત અને વિશ્વસનીય વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવાનો છે.
📲Get App