🔥 TRENDING Amit Shah Visits Tur Banjara Village i... Youth Stabs Mother and Daughter in Ana... Bihar CM Samrat Chaudhary conducts Dur... Kailash Visits Dhar's Shastra Puja, Cr... उरई के राजेंद्र नगर से निकली मां दुर्ग... ग्रेटर नोएडा के जहाँगीरपुर में दशहरा प...
20 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મોડાસામાં નવરાત્રી દરમિયાન મોડિફાઇડ સાઇલેન્સરવાળી ૮ બુલેટ મોટરસાઇકલ ડિટેઇન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 20 Oct 2026, 03:14 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લામાં મોડિફાઇડ સાઇલેન્સર લગાવીને અવાજ કરતી બુલેટ મોટરસાઇકલો વિરુદ્ધ મોડાસા ટાઉન પોલીસે કડક કાર્યવાહી કરીને ૮ વાહનો ડિટેઇન કર્યા છે..

અરવલ્લીમાં-:
મોડિફાઇડ સાઇલેન્સર લગાવીને વધુ પડતો અવાજ કરતી બુલેટ મોટરસાઇકલના ચાલકો વિરુદ્ધ મોડાસા ટાઉન પોલીસ ટીમે મોટર વાહન અધિનિયમ હેઠળ કડક કાર્યવાહી કરી છે.આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ ૮ બુલેટ મોટરસાઇકલો ડિટેઇન કરીને કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી છે.આ કાર્યવાહીની સુચનાઓ નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર રેન્જ વિરેન્દ્રસિંહ યાદવ,પોલીસ અધિક્ષક અરવલ્લી-મોડાસા મનોહરસિંહ એન.જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક મોડાસા વિભાગ જે.ડી.વાઘેલા દ્વારા આપવામાં આવી હતી.તેમની સુચનાઓને અનુસરતાં પોલીસ ઇન્સપેક્ટર આર.ડી.ચૌધરીએ તાબાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ રાખીને અવાજ કરતી બુલેટ મોટરસાઇકલો વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપી હતી..

આ સૂચનાઓને અનુસરતાં પોલીસ સબ ઇન્સપેક્ટર સાજીદ.એસ.મલેક દ્વારા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સાથે મળીને નવરાત્રી બંધોબસ્ત પેટ્રોલિંગ દરમિયાન મોડિફાઇડ સાઇલેન્સરવાળી ૮ બુલેટ મોટરસાઇકલો (UP47AN2518, GJ24AH6405, GJ09CE7860, MH43AY6767, GB07193, GJ31AB3099, GJ31J4945 અને GJ31AB0132) ડિટેઇન કરવામાં આવી છે.મોડાસા ટાઉન પોલીસ દ્વારા વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના વાહનોમાં મોડિફાઇડ સાઇલેન્સર ન કરાવે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે.આ પ્રશંસનીય કામગીરીમાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર આર.ડી.ચૌધરી,પોલીસ સબ ઇન્સપેક્ટર સાજીદ.એસ.મલેક,આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર ભરતસિંહ માનસિંહ,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સતિશકુમાર દીપસિંહ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રાહુલકુમાર અરવિંદભાઇ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રણવીરસિંહ રણજીતસિંહ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ પ્રવિણસિંહનો સમાવેશ થાય છે.
📲Get App