વિરમગામની સોમેશ્વર સોસાયટીમાં નવરાત્રિના આઠમા દિવસે અનોખી વેશભૂષાનું આયોજન
વિરમગામ શહેરની સોમેશ્વર સોસાયટીમાં નવરાત્રિના આઠમા દિવસે પરિવારના સભ્યોએ વિવિધ પ્રકારની આકર્ષક અને અદ્ભુત વેશભૂષા ધારણ કરીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં પરિવારના સભ્યોએ અલગ-અલગ વેશ ધારણ કરીને પોતાની કલાત્મકતા અને સર્જનાત્મકતાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. વિવિધ વેશભૂષામાં સજ્જ થયેલા સભ્યોના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સાહમય અને આનંદમય બની ગયું હતું.આ પ્રસંગે અદ્ભુત પ્રેમાનંદજી મહારાજની વેશભૂષા વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ પાત્ર ધારણ કરનાર ક્રિષા સુખવાણી હતા પરિવારના સભ્યોએ ધાર્મિક ભાવના અને ઉત્સાહ સાથે આ આયોજનમાં ભાગ લીધો હતો.આવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા પરિવારના સભ્યોમાં એકતા, સંસ્કાર અને પરંપરાઓ પ્રત્યેનો લગાવ વધુ મજબૂત બને છે. સોમેશ્વર સોસાયટીમાં નવરાત્રિના આઠમા દિવસની ઉજવણી યાદગાર બની હતી.
રિપોર્ટર આસીક અલી ગીલણી વિરમગામ
રિપોર્ટર આસીક અલી ગીલણી વિરમગામ