🔥 TRENDING आज (20 अक्टूबर 2026) की प्रमुख ब्रेकिं... रामनगर रामलीला मेले में मोटरसाइकिल चोर... Bihar Police Struggle to Identify Shoo... Police Seize Car Linked to Nursing Off... Thieves steal Rs 35 lakh, including 20... देवरिया में एमएलसी चुनाव को सुरक्षित र...
20 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ભાજપના ઉપપ્રમુખ કમલેશ બારોટ પર હિંસા અને ધમકીની ફરિયાદ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 20 Oct 2026, 10:18 PM 👁 27
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના ચાંપલાનાર ગામમાં કમલેશ બારોટ અને સાથીઓ દ્વારા યુવાન હરેશ વાલ્મિકીને હિંસા અને ધમકી આપવાની ફરિયાદ સોમવારે ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ..

સાબરકાંઠાના-:
ચાંપલાનાર ગામમાં કમલેશ બારોટ,ભાવિક અંબાલાલ બારોટ અને સંજય અમરતસિંહ મકવાણાએ હરેશ વાલ્મિકીને હિંસા અને ધમકી આપી.ગત 18 ઓક્ટોબર રાત્રીના હરેશ વાલ્મિકી બાઇક લઈને ગામમાંથી ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે ત્રણેય વ્યક્તિઓએ તેમને ઉભા રાખ્યા અને ગાળો બોલ્યા..

કમલેશ બારોટે હરેશ વાલ્મિકીને 'મારી વિરૂધ્ધમાં ખોટી અરજીઓ' કરવા માટે ગાળો અને જાતિ વિરૂધ્ધ ઉચ્ચારણો કર્યા અને ગડદાપાટુનો માર માર્યો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી.આ ઘટનાની ફરિયાદ સોમવારે ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ અને પોલીસ તપાસ શરૂ કરી રહી છે.
📲Get App