🔥 TRENDING સુરતના વાંકલ ગામમાં નવરાત્રિની આઠમી દિ... બારડોલીમાં 5.95 કરોડમાં 6 રસ્તાઓનું રિ... Kerala UDF to Announce New Liquor Poli... Bihar CM Samrat Chaudhary Rages at Pol... Garhdevi Temple in Banipura Faces Deve... NSG Commandos and Indore Police Hold S...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

હડમતીયાના ખેડૂતોનો જેટકોની વીજ લાઈનની કામગીરી સામે વિરોધ, ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

✍️ Reporter: Anil Vaghela 🗓 19 Oct 2026, 08:26 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
હડમતીયાના ખેડૂતોનો જેટકોની વીજ લાઈનની કામગીરી સામે વિરોધ, ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

વળતર અંગેની સ્પષ્ટતા કર્યા બાદ જ કામગીરી શરૂ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ
રાજુલા તાલુકાના હડમતીયા ગામના જેટકોની 220 કે.વી. વીજ લાઈનથી અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા આજે રાજુલાના ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની જમીન અને પાકને થતા સંભવિત નુકસાન અંગે વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી હતી. વળતર અંગે સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી વીજ લાઈનની કામગીરી બંધ રાખવા પણ ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

ખેડૂતો દ્વારા પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, હડમતીયા ગામે ખેડૂતોની માલિકીની ખેતીની જમીનો આવેલી છે. આ જમીનોમાંથી જેટકો વીજ કંપનીની 220 કે.વી.ની વીજ લાઈન પસાર થાય છે. હાલ કંપની દ્વારા આ વીજ લાઈનના સમારકામની કામગીરી હાથ ધરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે,જેની કામગીરી પણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, કામગીરી દરમિયાન પોલીસ રક્ષણ મેળવવા માટે જેટકો દ્વારા અરજી કરવામાં આવી હોવાનું પણ આવેદનપત્રમાં જણાવાયું છે.

ખેડૂતોનો આક્ષેપ છે કે, કંપની દ્વારા તેમની સંમતિ કે પરવાનગી લીધા વિના તેમજ અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય જાણ કર્યા વગર કામગીરી હાથ ધરવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, વળતર અને અન્ય બાબતો અંગે સ્પષ્ટતા કર્યા વગર વીજ લાઈનનું કામ શરૂ કરવું યોગ્ય નથી. આથી, આવી કામગીરી અટકાવવા માટે ખેડૂતો દ્વારા ડેપ્યુટી કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

વધુમાં, ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના નવા ઠરાવ મુજબ ટ્રાન્સમિશન લાઈનના ટાવર ઊભા કરવા સહિતની કામગીરી દરમિયાન જમીન, પાક, ઝાડ કે અન્ય વૃક્ષોને નુકસાન થાય તો તે અંગેની સંકલિત અને અદ્યતન માર્ગદર્શિકા મુજબ યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.

હડમતીયા ગામના જે ખેડૂતોના સર્વે નંબરોમાંથી આ વીજ લાઈન પસાર થાય છે, તેવા અસરગ્રસ્ત ખેડૂતો આ આવેદનપત્ર પાઠવતી વખતે ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોએ સ્પષ્ટ માંગ કરી છે કે, વળતર અંગે યોગ્ય સ્પષ્ટતા કરવામાં આવે અને ખેડૂતોના હિતોનું રક્ષણ કરવામાં આવે. જ્યાં સુધી વળતર અંગે સંતોષકારક નિર્ણય ન આવે ત્યાં સુધી જેટકો દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં ન આવે.

હવે આ મામલે સંબંધિત તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે અને અસરગ્રસ્ત ખેડૂતોની રજૂઆતનો કેવો ઉકેલ આવે છે તેના પર સૌની નજર રહેશે.
📲Get App