🔥 TRENDING Manipur Violence: One Killed as Clashe... Meghalaya: BLO Removed for Incorrectly... Meghalaya maps 3.4 lakh hectares of cu... Amritsar Police Nab Four Men with 1.05... Police Trace Firing at Colonel Ram Kum... Girl Puja on Shardiya Navratri Ninth D...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

લાઠીના મુળીયાપાટમાં વાદવિવાદ, ટાંટીયા ભાંગી જાનથી મારી નાખવાની ધમકી

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 19 Oct 2026, 10:34 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લાઠીના મુળીયાપાટ ગામે રાહદારી સંતોકબેન મારૂ અને હરજીભાઈ મારૂ વચ્ચે વાદવિવાદ થયો હતો. બંને પક્ષે એકબીજા સામે ગાળો આપવા, મારમાર અને ટાંટીયા ભાંગી જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે.

લાઠીના મુળીયાપાટ ગામે એક મહિલાને ગાળો બોલીને ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ બનાવ અંગે સંતોકબેન મોહનભાઈ મારૂ (ઉ.વ. ૨૫) એ હરજીભાઈ પ્રેમજીભાઈ મારૂ તથા પાલુબેન હરજીભાઈ મારૂ સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, પોલીસે જણાવ્યું છે કે રાહદારી પોતાની વાડીમાં બેઠા હતા. તે દરમિયાન બંને આરોપીઓએ આવીને કહ્યું કે, 'તમે બંને જણા શેઢાના ખૂંટા ફેરવી નાખો છો.' જેથી રાહદારીએ આરોપીઓને કહ્યું કે, 'અમે ખૂંટા ફેરવતા નથી.'

આ જવાબ બંને આરોપીઓને સારૂં નહીં લાગતાં તેમણે જેમ આવે તેમ ભૂંડી ગાળો આપી હતી. ઉપરાંત તેમણે ટીકાપટ્ટુનો માર માર્યો હતો તેમજ ટાંટીયા ભાંગી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવ અંગે સામા પક્ષે હરજીભાઈ પ્રેમજીભાઈ મારૂ (ઉ.વ. ૯૦) એ મોહનભાઈ પ્રેમજીભાઈ મારૂ તથા સંતોકબેન મોહનભાઈ મારૂ સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ તેઓ તથા તેમની પત્ની પોતાની વાડીએ હાજર હતા તે દરમિયાન બંને આરોપીઓએ તેમને 'રસ્તામાં બોરડી કેમ નાખી છે?' તેમ કહી બોલાચાલી કરી હતી. જેથી તેમણે ગાળો આપવાની ના પાડતાં ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હતી.
📲Get App