🔥 ट्रेंडिंग अज़मनगर में स्थित बड़ी दुर्गा आश्रम का... తణుకు మండలంలో 2021 ఎంపీటీసీ ఎన్నికల్లో... తణుకు సంకు సూర్యనారాయణ ఆల్ ఇండియా రన్న... Aksmatno bhy తణుకు మున్సిపాలిటీ 34 నుండి 44 వార్డుల... తణుకు నియోజకవర్గంలో సమస్యాత్మక ప్రాంతా...
19 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલીના રણછોડ નગર ખાતે ખોડલ યુવક મંડળ દ્વારા નવલી નવરાત્રી મહોત્સવમાં સાતમા નોરતે નાની બાળાઓ અને કુંવારિકાઓનું ગોયણી કરી પૂજન કરવામાં આવ્યું

✍️ रिपोर्टर: Sodha Gourangbhai 🗓 19 अक्टू. 2026, 12:12 PM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*અમરેલીના રણછોડ નગર ખાતે ખોડલ યુવક મંડળ દ્વારા નવલી નવરાત્રી મહોત્સવમાં સાતમા નોરતે નાની બાળાઓ અને કુંવારિકાઓનું ગોયણી કરી પૂજન કરવામાં આવ્યું

અમરેલી, તા. ૧૮ ઓક્ટોબર
અમરેલી શહેરના રણછોડ નગર શેરી નં. ૩, ખોડલ ચોક ખાતે છેલ્લા ઘણા વર્ષોથી ખોડલ યુવક મંડળ દ્વારા માં જગદંબાની નવલી નવરાત્રીનું અનેરું આયોજન થતું આવ્યું છે. આ વર્ષે પણ માં જગદંબાની નવલી નવરાત્રી પર્વે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો માં જગદંબાના દર્શન અને આરાધના માટે ઉમટી રહ્યા છે.

નવરાત્રી મહોત્સવ અંતર્ગત આજે માં જગદંબાની નવલી નવરાત્રીના સાતમા નોરતે એક અત્યંત ભાવસભર અને આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે નાની બાળાઓ તેમજ કુંવારિકાઓને ગોયણી કરી તેમનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોમાં કન્યાને સાક્ષાત દેવી સ્વરૂપ માનવામાં આવે છે, ત્યારે આ પૂજન દ્વારા બાળાઓમાં રહેલી દૈવી શક્તિનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ અવસરે ઘણી બાળાઓ માતાજીના વેશભૂષામાં સજ્જ થઈને આવી હતી. લાલ ચૂંદડી, ચણીયાચોળી, ચાંદલો, ફૂલોના હાર અને દિવ્ય શણગારમાં સજ્જ બાળાઓને જોઈને એવું પ્રતીત થતું હતું કે જાણે સાક્ષાત માં જગદંબા આજે અમરેલીના રણછોડ નગરના ખોડલ ચોક ખાતે દર્શન આપવા પધાર્યા હોય અને સર્વે રણછોડ નગરના રહેવાસીઓને આશીર્વાદ આપી રહ્યા હોય.

આ દૃશ્ય જ અલૌકિક હતું. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ઢોલ, નગારા અને ગરબાના નાદ વચ્ચે માતાજીના જયઘોષથી ખોડલ ચોક ગુંજી ઉઠ્યો હતો. સર્વે રણછોડ નગરના રહેવાસીઓ આ દિવ્ય દૃશ્ય નિહાળીને મંત્રમુગ્ધ બની ગયા હતા. વડીલોથી લઈને નાના બાળકો સુધી સૌ કોઈએ બાળા સ્વરૂપે બિરાજમાન માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ખોડલ યુવક મંડળના આયોજકો દ્વારા બાળાઓનું કુમકુમ તિલક, પુષ્પમાળા, પ્રસાદ અને ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિભાવ, શ્રદ્ધા અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો.

છેલ્લા ઘણા વર્ષોથી ખોડલ યુવક મંડળ દ્વારા નવરાત્રીનું આયોજન માત્ર ઉત્સવ પૂરતું સીમિત ન રહેતા સંસ્કાર, ભક્તિ અને સમાજસેવાનું માધ્યમ બન્યું છે. યુવાનોના અથાક પરિશ્રમ, વડીલોના માર્ગદર્શન અને સમગ્ર રણછોડ નગરના રહેવાસીઓના સહયોગથી આ નવરાત્રી મહોત્સવ દર વર્ષે વધુ ને વધુ ભવ્ય બની રહ્યો છે.

આગામી નોરતાઓમાં પણ આવા જ વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેમ ખોડલ યુવક મંડળના આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

રિપોર્ટ ; ગૌરાંગ સોઢા અમરેલી
📲Get App