🔥 TRENDING सरपंची चुनावों की आहट: मई-जून 2027 में... One Labourer Dead, Four Hurt in Poonch... Jammu and Kashmir Government Issues Fi... Delhi techie's unconventional reason f... Manchester United Show Resilience but... એક સપના, બાર રસ્તે, એક મંઝિલ
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ધી કાલુપુર કોર્મશિયલ કો- ઓપરેટિવ બેંક દ્વારા 'આનંદ અર્પણનો' કાર્યક્રમ યોજાયો,

✍️ Reporter: Atul Thakor 🗓 19 Oct 2026, 02:54 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ધી કાલુપુર કોર્મશિયલ કો- ઓપરેટિવ બેંક દ્વારા 'આનંદ અર્પણનો' કાર્યક્રમ યોજાયો, જેનું ભવ્ય આયોજન પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ, અમદાવાદ ખાતે કરાયું...

રાજ્યપાલશ્રીએ બેંકના ચેરમેન અને તેમની ટીમના માનવતાવાદી અભિગમની પ્રશંસા કરતા જણાવ્યું કે, બેંકો સામાન્ય રીતે આર્થિક પ્રવૃત્તિઓ અને નાણાકીય લેણદેણ સુધી સીમિત રહેતી હોય છે, પરંતુ કાલુપુર બેંકે પોતાના દૈનિક કાર્યોની સાથે ઘર-ઘર જઈને લોકો પાસે રહેલી બિનઉપયોગી કે વધારાની વસ્તુઓ જેવા કે કપડાં, વાસણો અને બાળકોના રમકડાં એકત્ર કરી જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાનું જે અદ્ભુત પુણ્યકાર્ય કર્યું છે, તે સમગ્ર સમાજ માટે એક અનુકરણીય પ્રેરણાસ્ત્રોત છે...

નાણાકીય સીમાઓથી ઉપર ઉઠીને કાલુપુર બેંકે માનવસેવાનું અદ્ભુત પુણ્યકાર્ય કર્યું છે; વિદ્યા, ધન અને બળનો સદઉપયોગ લોકકલ્યાણ માટે થવો જોઈએ : રાજ્યપાલશ્રી
📲Get App