🔥 TRENDING 108 संजीवनी एक्सप्रेस कर्मचारियों का अ... अमेठी के अहिरावल गांव निवासी 25 वर्षीय... गया के बिसर तालाब में दुर्गा मूर्ति पू... माँ यमुना के पावन महाअष्टमी पर गीता कॉ... ઇસનપુરમાં પોલીસ ભેજવાળાં બે શખ્સે યુવક... ਅਮਿਤ ਸ਼ਾਹ ਪੰਜਾਬ ਦੌਰੇ ਦੌਰਾਨ ਲੁਧਿਆਣਾ 'ਚ...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

લોકલ ક્રાઇમ બ્રાન્ચે હિંમતનગર સાયબર ક્રાઇમના એક વર્ષથી ફરાર આરોપીને પકડી પાડ્યો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 19 Oct 2026, 08:42 PM 👁 31
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે હિંમતનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપીંડી અને આઇ.ટી. એક્ટના ગુન્હામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપી મોનુ ઉર્ફે પરવેઝ શેખને મોતિપુરા વિસ્તારમાંથી પકડી પાડ્યો છે..

સાબરકાંઠામાં-:
નાસતા ફરતા અને પેરોલ-ફર્લો પર ફરાર આરોપીઓને પકડવાની અસરકારક કામગીરી કરવા નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) તથા પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલે સુચના આપી હતી.આ સુચના અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. સાકરીયા (એલ.સી.બી.) ના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિમલ.આર.ચૌહાણ (પેરોલ અને ફર્લો,એલ.સી.બી.) એ પોલીસ સ્ટાફની ટીમ બનાવી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધવા માટે વોચ અને તપાસ શરૂ કરી હતી..

આ દરમિયાન એક બાતમી મળી કે હિંમતનગર સાયબર પાર્ટ-એ.ગુન્હો રજીસ્ટર નંબર ૧૧૨૦૯૦૫૮૨૫૦૦૦૪/૨૫ માં સંડોવાયેલો આરોપી મોનુ ઉર્ફે પરવેઝ ઐયુબભાઇ નુરમોહમદ શેખ, જે છેલ્લા એક વર્ષથી પકડવાના બાકી હતો, તે અમદાવાદથી પ્રાઇવેટ વાહનમાં બેસી હિંમતનગર તરફ આવેલો છે. આરોપી પર બી.એન.એસ કલમ ૩૧૬(૨), ૩૧૮(૨) તથા આઈ.ટી. એક્ટ કલમ ૬૬ ડી મુજબના ગુનો નોંધાયેલો છે. બાતમી મુજબ, તે વાદળી ટી-શર્ટ અને કાળા પેન્ટ પહેરેલો હતો.બાતમી હકીકત સાબિત થતાં પોલીસે મોતિપુરા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ વોચમાં ઉભા રહેલા સ્ટાફ દ્વારા આરોપીને એક પ્રાઇવેટ ઇકો કારમાંથી નીચે ઉતરતી વખતે પકડી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનું નામ મોનુ ઉર્ફે પરવેઝ ઐયુબભાઇ નુરમોહમદ શેખ હોવાનું જણાવ્યું હતું, જેનું રહેઠાણ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં છે. વેરિફિકેશન પછી, આરોપીને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા કલમ ૩૫(૧)(જે) મુજબ પકડી હિંમતનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યો છે..

આમ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા દ્વારા હિંમતનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના છેતરપીંડી અને આઇ.ટી.એક્ટના ગુન્હામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડવામાં સફળતા મેળવી છે.આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. સાકરીયા,પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિમલ.આર.ચૌહાણ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ લક્ષ્મણસિંહ,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જશુભાઈ બાબુભાઇ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રાકેશસિંહ જસવંતસિંહ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કિર્તિરાજસિંહ કિરીટસિંહનો મહત્વનો ફાળો છે.
📲Get App