🔥 TRENDING बिलासपुर के महामाया चौक में नवरात्रि म... चापा से जांजगीर जा रहे ट्रैफिक में बड़... उत्तर प्रदेश: नर्सिंग संवर्ग की लंबित... जैथरा में हिरदेश गुप्ता द्वारा नवरात्र... Nagaland Student's Captivating Voice D... Manipur: Militants Kill 3, Locals Disp...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાંતલપુરના આંતરણેશ મોમાઈ ધામ ખાતે ભવ્ય મહાયજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 19 Oct 2026, 06:12 PM 👁 12
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુરના આંતરણેશ મોમાઈ ધામ ખાતે ભવ્ય મહાયજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન
આસો સુદ આઠમના પાવન પર્વે મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીનાં દર્શન કરી મહાપ્રસાદનો લાભ લીધો, મહાનુભાવોનું શાલ ઓઢાડીને સન્માન કરાયું
સાંતલપુર, આંતરણેશ: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આંતરણેશ ખાતે આવેલા શ્રી મોમાઈ ધામમાં આસો સુદ આઠમના પાવન અવસરે ભવ્ય મહાયજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ભક્તોએ માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો.
આ પાવન અવસરે સાંતલપુર તાલુકા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જયેન્દ્રસિંહ જાડેજા તથા સાંતલપુર તાલુકા પ્રમુખ શ્રી શક્તિસિંહ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાનુભાવોને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ મહોત્સવમાં સન્માનિત મહાનુભાવોમાં ટી.ડી.ઓ. સાહેબ શ્રી કુલદીપસિંહ, આડેસરના પી એસ આઈ શ્રી તખુભા વાઘેલા, ખીમેશ્વરના મહંત શ્રી વિષ્ણુગીરી બાપુ, આંતરણેશના મહંત શ્રી અરવિંદગિરી બાપુ, શિક્ષક શ્રી પ્રદીપસિંહ તથા બેચરાજી શ્રી ધર્મેન્દ્રસિંહ સહિતના મહાનુભાવોનો સમાવેશ થયો હતો.
શ્રી મોમાઈ ધામ ખાતે યોજાયેલા આ ધાર્મિક આયોજનથી સમગ્ર આંતરણેશ પંથકમાં ભક્તિમય માહોલ છવાયો હતો. મહાયજ્ઞ, માતાજીનાં દર્શન અને મહાપ્રસાદના આયોજનમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે ધાર્મિક આસ્થા અને સામાજિક એકતાનો સુંદર સંગમ જોવા મળ્યો હતો.
📲Get App