🔥 TRENDING Haier India to invest ₹7,000 crore in... MSM Unify India buys majority stake in... Gujarat Deputy CM Harsh Sanghavi Pushe... Gujarat CM Prays for State’s Developme... Sugarcane Farmers' Hubballi Chalo Pada... From Devadasi Legacy to Advocacy: Gran...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ગીર પૂર્વમાં બે મહિનાની સારવાર બાદ સિંહબાળનું માતા સાથે પુનઃમિલન

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 19 Oct 2026, 12:10 AM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધૂંધવાણા વિસ્તારમાંથી રેસ્ક્યુ કરાયેલા સિંહબાળને આંબરડી એનિમલ કેર સેન્ટરમાં બે મહિના સુધી સારવાર આપ્યા બાદ તેને સફળતાપૂર્વક તેની માતા સાથે જોડવામાં આવ્યું છે.

ગીર પૂર્વ વન વિભાગની તુલસીશ્યામ (ખાંભા) રેન્જ હેઠળના કોટારીયા રાઉન્ડના ધૂંધવાણા રેવન્યુ વિસ્તારમાં આવેલી વાડીમાં અંદાજે એક વર્ષનું સિંહબાળ ચાલી શકે તેવી હાલતમાં નહોતું. આંતરિક સાંધામાં ખામીને કારણે તેને ચાલવામાં મુશ્કેલી પડતી હોવાથી તેનું રેસ્ક્યુ કરવાની જરૂર પડી હતી.

આ મામલે જાણ થતાં જ વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. રેસ્ક્યુ વાહન સ્થળ સુધી પહોંચી શકે તેમ ન હોવાથી વનકર્મીઓ અને ગ્રામજનોએ હાથથી પાંજરું ઉપાડીને સ્થળ પર પહોંચ્યા હતા અને સિંહબાળનું રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ તેને સારવાર માટે આંબરડી એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યું હતું.

આંબરડી એનિમલ કેર સેન્ટરમાં સતત બે મહિના સુધી સારવાર આપ્યા બાદ સિંહબાળ સ્વસ્થ થયું હતું. ત્યારબાદ તેને પોતાના પરિવાર સાથે જોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાત્રિના છ કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ વહેલી સવારે ચાર વાગ્યે સિંહબાળનું તેની માતા સાથે સફળતાપૂર્વક પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું.
📲Get App