🔥 TRENDING J&K High Court lifts PSA detention of... 25 Elephants Gather at Burial Site of... Former Rajasthan MLA Syam Lodha Receiv... ਬਟਾਲਾ 'ਚ ਵਾਰਦਾਤ: ਨੈਸ਼ਨਲ ਹਾਈਵੇਅ 'ਤੇ ਨੌਜ... Once again star world video coach bus... भोजपुरी सुपरस्टार पवन सिंह का कल्याणपु...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

રાજુલા મોરંગીમાં વૃદ્ધની હત્યાનો આરોપી કલાકોમાં ઝડપાયો

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 19 Oct 2026, 10:30 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં વહેલી સવારે થયેલી અંગત અદાવતમાં વૃદ્ધની હત્યાના મામલે અમરેલી એલસીબી અને ડુંગર પોલીસે ગણતરીની કલાકોમાં ૪૦ વર્ષીય આરોપીને ઝડપી પાડ્યો છે.

અમરેલી, તા. ૧૮ : રાજુલા તાલુકાના મોરંગી ગામે અંગત અદાવતમાં વહેલી સવારે દાદાગીરી કરી વૃદ્ધની હત્યા કરનાર આરોપીને અમરેલી એલસીબી (LCB) અને ડુંગર પોલીસની ટીમે બાતમી તથા ટેકનિકલ સોર્સના આધારે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે.

મોરંગી ગામે દુકાન પાસે બેઠેલા ભીખુભાઈ નનુભાઈ સમા પર ગામના જ રૂસ્તમ રાજેભાઈ બેલીમ નામના શખ્સે જૂની અદાવતમાં ઉશ્કેરાઈને બોલાચાલી કરી છરી વડે હુમલો કર્યો હતો. ગંભીર ઈજાના કારણે ભીખુભાઈનું મોત નીપજ્યું હતું.

આ અંગે મૃતકના પુત્ર રમઝાનભાઈ સમા ની ફરિયાદના આધારે ગુનો નોંધાયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી ૪૦ વર્ષીય આરોપી રૂસ્તમ બેલીમની અટકાયત કરી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
📲Get App