🔥 TRENDING सिवान के भगवानपुर हाट में नवरात्रि के... कटिहार के पानी टंकी चौक पर लीडर क्लब न... Nagaland Governor Opens Kanya Pujan Pr... Manipur: 3 Injured in Kamjong Gunfight... Over 3,000 Runners Participate in Mani... Manipur: Kukis Shut NH-202 Over Chassa...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલા નગરપાલિકા દ્વારા મારુતિધામ ખાતે ‘સ્વદેશી મેળા’નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

✍️ Reporter: Anil Vaghela 🗓 18 Oct 2026, 06:00 PM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા નગરપાલિકા દ્વારા મારુતિધામ ખાતે ‘સ્વદેશી મેળા’નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ મેળા દ્વારા સ્થાનિક વેપારીઓ, ગૃહ ઉદ્યોગો અને નાના વ્યવસાયકારોને પ્રોત્સાહન પૂરું પાડી તેમની કલા, કૌશલ્ય અને ઉત્પાદનોને વિશાળ બજાર પૂરું પાડવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે.

ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત નિયંત્રિત બજાર સંઘના અધ્યક્ષશ્રી જીગ્નેશભાઈ પટેલ, પાલિકા પ્રમુખ પ્રતિનિધિ મયુરદાદા,શહેર ભાજપ પ્રમુખ વનરાજભાઈ વરુ, ચેરમેન હેમલભાઈ વસોયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિલીપદાદા જોષી, બેંકના ચેરમેન વિજયભાઈ કોટીલા, યાર્ડના ચેરમેન રાજુભાઈ પરસાણા સહિત નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ, વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તેમજ વેપારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજુલા શહેર અને આસપાસના તમામ નાગરિકો, વેપારી મિત્રો તથા બહેનોને હાર્દિક અપીલ છે કે આવનાર 26/10/2026 સુધી મારુતિધામ ખાતે આયોજિત આ સ્વદેશી મેળાની અવશ્ય મુલાકાત લો. સ્થાનિક વેપારીઓ અને ગૃહ ઉદ્યોગકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી સ્વદેશી વસ્તુઓની ખરીદી કરી તેમને પ્રોત્સાહન આપો. આપણી નાની એવી ખરીદી સ્થાનિક પરિવારોની રોજગારીને મોટો સહારો આપી શકે છે.

ચાલો, સ્વદેશી વસ્તુઓ અપનાવીએ, સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન આપીએ અને ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને જનઆંદોલન બનાવી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહભાગી બનીએ.
📲Get App