🔥 TRENDING जोगवाड़ा, वास्वी और बड़गांव के तीन गां... All India Radio releases Kohima news b... Cobbler Arrested for Murder Over Unpai... Delhi University to Convert Vacant Sta... उन्नाव के सेमरी में नव ज्योति दुर्गा र... ବଲିଉଡ୍ ଅଭିନେତା ଟାଇଗର ଶ୍ରଫ୍‌ଙ୍କ ଗାଡ଼ି ଉ...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મહેસાણા પોલીસ દ્વારા ગોઝારીયા ગામમાં દેશી દારૂ ગાળવાના ગુનામાં રોકાણ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 18 Oct 2026, 09:50 PM 👁 36
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગોઝારીયા ગામમાં થયેલ રેડમાં 3,620 લિટર અને 125 લિટર દેશી દારૂ જપ્ત કરી કુલ રૂ.1,15,500/- ની કિંમતનું માલ નાશ કરવામાં આવ્યું..

મહેસાણાના-:
LCB પોલીસ દ્વારા ગોઝારીયા ગામ,GIDC,હોડકા વિસ્તારમાં 3,620 લિટર દેશી દારૂ (કિંમત ₹90,500) અને 125 લિટર (₹25,000) જપ્ત કરી કુલ ₹1,15,500/- ની કિંમતનું માલ નાશ કરવામાં આવ્યું. આરોપી ઠાકોર જીતેન્દ્રસિંહ અરજણજી, ગોઝારીયા, GIDC, હોડકા વિસ્તારમાં રહે છે.આ કામગીરી સબ ઇન્સ્પેક્ટર બી.એ.પરમાર અને LC B સ્ટાફ દ્વારા કરવામાં આવી.આ રેડ એ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિહ યાદવ અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા પ્રોહિ જુગાર અને પ્રોહિ દારૂ ગાળવાના ગુનાઓ પર વોચ રાખવા માટેની સૂચના હેઠળ કરવામાં આવી હતી.પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ એમ કામળીયા દ્વારા સતત પેટ્રોલિંગ અને તપાસ દરમિયાન આરોપીનું સ્થાન શોધવામાં આવ્યું..

પ્રશસનીય કામગીરી કરનાર એલ.સી.બી.મહેસાણાના અધિકારી અને કર્મચારીઓ જેમાં અનિરુદ્ધ.એમ.કામળીયા પોલીસ ઇન્સ્પેક્ટર,બી.એ.પરમાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર,વિમલકુમાર લાલજીભાઇ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,મોહનસિંહ જોરસિંહ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ,શક્તિસિંહ મુકેશસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,બિપીનકુમાર નારાયણભાઇ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,આશિકકુમાર માધવલાલ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,ધવલ જેઠાભાઇ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ અધિકારી અને કર્મચારીઓનો સમાવેશ થાય છે.તમામ મળીને દેશી દારૂ નાશ કરી અને પ્રોહિ એક્ટ હેઠળ કેસ નોંધાવ્યો.પોલીસ વધુ તપાસ અને કાર્યવાહી ચાલુ રાખશે,અને પ્રોહિ એક્ટ હેઠળ આરોપીની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
📲Get App