स्थानीय
સાબરકાંઠા પોલીસએ હિંમતનગરના વૃદ્ધોને ખાદબ્રહ્મા મંદિરની યાત્રા માટે પહોંચાડ્યા..
સાબરકાંઠા પોલીસ અધિકારીઓએ હિંમતનગરના વૃદ્ધાશ્રમના વડીલોને ખાદબ્રહ્મા મંદિરની યાત્રા માટે લઈ ગયા, જ્યાં તેમને પ્રસાદ દર્શન કરાવ્યું અને સુરક્ષિત રીતે પરત લાવવામાં આવ્યા..
સાબરકાંઠા પોલીસ અધિકારીઓએ હિંમતનગર સ્થિત આંચલ વૃદ્ધાશ્રમ (દિવ્ય જીવન ચેરીટેબલ ટ્રસ્ટ) ના વડીલોને ખાદબ્રહ્મા નાના અંબાજી માતાજીના દર્શન માટે લઈ ગયા,જ્યાં તેમને પ્રસાદ દર્શન કરાવ્યું અને સુરક્ષિત રીતે પરત લાવવામાં આવ્યા..
પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલની પ્રેરણાદાયી સૂચનાથી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.બી.ચૌધરી,પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.આર.ચૌહાણ અને મહિલા પોલીસ સ્ટેશનની SHE ટીમ દ્વારા વડીલોને સન્માનપૂર્વક યાત્રા કરાવી.વડીલોના ચહેરા પરનું સ્મિત અને આંખોમાં છલકાતી ખુશી પોલીસ પરિવાર માટે અમૂલ્ય ક્ષણ બની અને તેઓએ પ્રસાદના ભોજનનો આનંદ માણ્યો.ખાખી ફક્ત સુરક્ષા માટે જ નહીં,સંવેદના અને સેવાનું પ્રતીક છે. જય અંબે, સેવા, સુરક્ષા અને સંવેદના.