🔥 TRENDING Rinku Singh Leads UP in Ranji Trophy C... Centre Transfers IFS Officer from Jamm... Four Festival Tragedies Claim 39 Lives... Sudden Downpour in Khandwa Raises Farm... Truck crashes into Shitala Mata Temple... कटिहार में एल.डब्ल्यू.सी. सार्वजनिक दु...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sports

ખેલ મહાકુંભ: લુણાવાડા ટ્રેક અને ખેલાડી સુવિધાઓને લઈને ચર્ચા

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 18 Oct 2026, 06:18 PM 👁 39
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહીસાગર જિલ્લામાં ચાલી રહેલા જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભને લઈને કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો સામે આવ્યા છે. લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી દોડની સ્પર્ધા દરમિયાન ટ્રેક પર કાંકરા અને પથ્થરો હોવાનું ધ્યાન પર આવતા, ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્પર્ધા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે. આ બાબતે જિલ્લા રમતગમત અધિકારી હર્ષાબેન દ્વારા સ્થળ પર આવીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મહીસાગર જિલ્લામાં ચાલી રહેલા જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભને લઈને કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો સામે આવ્યા છે.

લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી દોડની સ્પર્ધા દરમિયાન ટ્રેક પર કાંકરા અને પથ્થરો હોવાનું ધ્યાન પર આવતા, ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્પર્ધા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.

આ બાબતે જિલ્લા રમતગમત અધિકારી હર્ષાબેન દ્વારા સ્થળ પર આવીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઘટના બાદ કેટલાક સ્વાભાવિક પ્રશ્નો ઉભા થયા છે.

પહેલો પ્રશ્ન મેદાનની તૈયારીને લઈને છે. શું સ્પર્ધા શરૂ થાય તે પહેલા ટ્રેકનું પુનઃ નિરીક્ષણ થઈ શક્યું હોત તો આ પરિસ્થિતિ નિવારી શકાઈ હોત?

બીજો પ્રશ્ન ખેલાડીઓની સુવિધાને લઈને છે. જિલ્લા કક્ષાએ સમગ્ર જિલ્લામાંથી ખેલાડીઓ ભાગ લેવા આવતા હોય છે. ત્યારે તેમના માટે નાસ્તા, પોષણ, આરામ અને પ્રાથમિક આરોગ્ય સુવિધા જેવી મૂળભૂત વ્યવસ્થાઓ વધુ સુદ્રઢ કેવી રીતે બને તે અંગે ચર્ચા થઈ રહી છે. હાલ સ્થળ પર પાણીની વ્યવસ્થા હતી, પરંતુ નાસ્તાની વ્યવસ્થા અંગે ખેલાડીઓ દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે.

ત્રીજો મુદ્દો સ્થળ પસંદગીનો છે. જિલ્લા કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધા બાલાસિનોર ખાતે યોજવામાં આવી હતી, ત્યારે જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઉપયોગને લઈને પણ જાહેરમાં ચર્ચા જોવા મળી રહી છે. સ્થળ પસંદગી કયા માપદંડોના આધારે કરવામાં આવી તે અંગે તંત્ર તરફથી સ્પષ્ટતા આવે તો ગેરસમજ દૂર થઈ શકે.

ચોથો મુદ્દો ટેકનિકલ દેખરેખનો છે. દરેક રમતમાં હેડ કોચ, કન્વીનર અને જવાબદાર અધિકારીઓની ભૂમિકા શું હોય છે અને તેમની હાજરી અંગેના નિયમો શું છે, તે જાહેર થાય તેવી રમતપ્રેમીઓની લાગણી છે.

સરકાર ખેલ મહાકુંભ પાછળ જાહેર નાણાં ખર્ચે છે, તેનો હેતુ ખેલાડીઓને પ્રોત્સાહન આપવાનો છે. ત્યારે આ આયોજન વધુ પારદર્શક, સુરક્ષિત અને ખેલાડી-લક્ષી બને તે માટે,

સમગ્ર બાબતની જિલ્લા કલેક્ટર કક્ષાએ નિષ્પક્ષ સમીક્ષા કરવામાં આવે, ખર્ચની વિગતો જાહેર કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ક્ષતિ ન સર્જાય તે માટે જરૂરી સુધારા કરવામાં આવે તેવી રમતવીરો અને વાલીઓ દ્વારા માંગ ઉઠી છે.

સરકારના નાણાનો ઉપયોગ સ્થળ પર દેખાય અને ખેલાડીઓને શ્રેષ્ઠ સુવિધા મળે તે જ સૌનો સામાન્ય હેતુ છે.
📲Get App