🔥 TRENDING ਮੋਬਾਈਲ ਯੂਜ਼ਰਸ ਦੀ ਹੋਈ ਬੱਲੇ-ਬੱਲੇ ! ਇਸ ਕੰ... મોડાસાની શી ટીમે નવરાત્રી પર બહેરા-મૂં... દાણીલીમડા વિસ્તારમાં પ્રતિબંધિત કફ સિર... અમદાવાદ કાલુપુર સ્ટેશન બહાર રિક્ષામાં... Headlines આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલમાં ભાવ...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 18 Oct 2026, 12:50 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી દક્ષાબહેન ચોડવડિયા, ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા અને શ્રી જે.વી. કાકડિયાની પ્રેરક ઉપસ્થિતિ


અમરેલી, તા. ૧૬ ઓક્ટોબર
અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી દક્ષાબહેન ચોડવડિયા, ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા અને શ્રી જે.વી. કાકડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી.

બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી દક્ષાબહેન ચોડવડિયા દ્વારા સાવરકુંડલા તાલુકાના સીમરણવાડી ખાતે સીમરણ, જીરા, બોરાળા, કરજાળા અને નવા ચરખા એમ પાંચ ગામના નાગરિકોના લાભાર્થે એસ.ટી.ની એક્સપ્રેસ બસને સ્ટોપેજ આપવાની કરવામાં આવેલી માંગણીનું હકારાત્મક નિરાકરણ આવ્યું હતું. સાવરકુંડલાના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાની રજૂઆતને પગલે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના ખેડૂતોને બેંકમાંથી પૂરતી રોકડ રકમ મળી રહે તે માટે લીડ બેંક મેનેજરશ્રીને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત, સાવરકુંડલામાં ગેસ કનેક્શનધારકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે નવી ગેસ એજન્સી શરૂ કરવાની પ્રક્રિયા તાત્કાલિક હાથ ધરવા જિલ્લા કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી.

ધારાસભ્યશ્રી જે.વી. કાકડિયાએ રજૂ કરેલા પ્રશ્નોના સંદર્ભમાં બગસરા તાલુકાની ગૌચર જમીનમાં ઊગી નીકળેલા ગાંડાબાવળ દૂર કરવા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવા જિલ્લા કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી. આ ઉપરાંત, ધારાસભ્યશ્રી જે.વી. કાકડિયાની રજૂઆતને પગલે વિદ્યાર્થીઓના હિતમાં ધારી તાલુકામાંથી જંગલ માર્ગે પસાર થતા એસ.ટી.ના બંધ રૂટ ફરી શરૂ કરવા અંગે સમીક્ષા કરવા વિભાગીય નિયામકશ્રી, ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (જી.એસ.આર.ટી.સી.)ને સૂચના આપવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજે નાગરિકોના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ આવે તે માટે સંબંધિત કચેરીઓના વડાઓને પરસ્પર સંકલન સાધીને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. બેઠકમાં જિલ્લાના જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોનું આંતરવિભાગીય સંકલન દ્વારા હકારાત્મક નિરાકરણ લાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી ડેનીભાઈ પરમાર દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોના સંદર્ભમાં પણ જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત, નિવાસી અધિક કલેક્ટરશ્રી એ.એ.ડોડિયા, અમરેલીના પ્રાંત અધિકારીશ્રી જાડેજા, સાવરકુંડલાના પ્રાંત અધિકારીશ્રી ઝીલ પટેલ, રાજુલાના પ્રાંત અધિકારીશ્રી અક્ષર વ્યાસ, લાઠીના પ્રાંત અધિકારીશ્રી ચૌહાણ, ધારીના પ્રાંત અધિકારીશ્રી ચાવડા, નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી) શ્રી દેસાઈ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી કુંભાણી સહિત વિવિધ કચેરીઓના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટરશ્રી એ.એ. ડોડિયાએ કર્યું હતું.
📲Get App