🔥 ट्रेंडिंग मध्यप्रदेश में चार आईएएस अधिकारियों का... श्री महालक्ष्मी माता मंदिरात भजनोत्सव... ધારીના દુધાળા ગામમાં પ્રગતિ હાઈસ્કૂલ ગ... ખાંભા તાલુકાના પચપચીયા ગામના ભાનુભાઈ જ... અમરેલીમાં બાઈક ચોરી, હેડ કોન્સ્ટેબલ ધન... બળેલ પીપરીયા ગામના પૂજારીનું ઝેરી દવા...
19 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સાતમુ નોરતુ: વૃંદાવન સોસાયટીમાં ભક્તિ, શક્તિ અને ગરબાનો ત્રિવેણી સંગમ

✍️ रिपोर्टर: Hasmukh Bhoi 🗓 18 अक्टू. 2026, 10:52 PM 👁 40
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લુણાવાડા શહેરની વૃંદાવન સોસાયટી ખાતે સાતમા નોરતાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રિ પર્વ નિમિત્તે સોસાયટીના રહીશો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

મા અંબાની મહાઆરતી બાદ DJ ના તાલે નોનસ્ટોપ ગરબાની રમઝટ જામી હતી. યુવાનો, યુવતીઓ, બાળકો અને વડીલો ટ્રેડિશનલ વેશભૂષામાં ગરબે ઘૂમ્યા હતા. DJ ના આધુનિક બીટ સાથે ટિમલી, દાંડિયા રાસ રમી ખેલૈયાઓએ માહોલ જમાવ્યો હતો.

સોસાયટીમાં આકર્ષક લાઈટ ડેકોરેશન અને માતાજીનો ભવ્ય માંડવો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને ઉત્સાહભેર સંપન્ન થયો હતો.
📲Get App