🔥 TRENDING शीतला माता मंदिर ट्रक दुर्घटना: कलेक्ट... ग्वालियर ट्रक हादसे में श्रद्धालुओं की... काशी बंगाली स्वर्ण शिल्पी समिति ने सुड... शारदीय नवरात्रि के महाअष्टमी पर सुल्ता... कलेक्टर ने बल्देवगढ़ सामुदायिक स्वास्थ... नवादा के पुंथर गांव में जमीन विवाद पर...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાતમુ નોરતુ: વૃંદાવન સોસાયટીમાં ભક્તિ, શક્તિ અને ગરબાનો ત્રિવેણી સંગમ

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 18 Oct 2026, 10:52 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લુણાવાડા શહેરની વૃંદાવન સોસાયટી ખાતે સાતમા નોરતાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રિ પર્વ નિમિત્તે સોસાયટીના રહીશો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

મા અંબાની મહાઆરતી બાદ DJ ના તાલે નોનસ્ટોપ ગરબાની રમઝટ જામી હતી. યુવાનો, યુવતીઓ, બાળકો અને વડીલો ટ્રેડિશનલ વેશભૂષામાં ગરબે ઘૂમ્યા હતા. DJ ના આધુનિક બીટ સાથે ટિમલી, દાંડિયા રાસ રમી ખેલૈયાઓએ માહોલ જમાવ્યો હતો.

સોસાયટીમાં આકર્ષક લાઈટ ડેકોરેશન અને માતાજીનો ભવ્ય માંડવો આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને ઉત્સાહભેર સંપન્ન થયો હતો.
📲Get App