🔥 TRENDING ਘਰੇਲੂ ਕਲੇਸ਼ ਕਾਰਨ ਉੱਜੜ ਗਿਆ ਹੱਸਦਾ-ਖੇਡਦਾ... લાઠી તાલુકામાં સમાવિષ્ટ કુલ ૧૩ સેજામાં... હિંમતનગરમાં 'માં નો માંડવો 2026'માં ખે... અરવલ્લીના ભિલોડામાં બે બાઈકની ટક્કરથી... दुर्गा अष्टमी पर कंजकों का पूजन Mirzapur Season 4: Shweta Tripathi Sha...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

જામીન મળ્યા બાદ ભાવેશ ઝીલીયા પાસા હેઠળ ભુજ જેલ ભેગો

✍️ Reporter: Chauhan Dolatsinh Jetsinh 🗓 18 Oct 2026, 10:50 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વેપન કેસમાં જામીન પર છૂટ્યા બાદ ભાવેશ ઝીલીયાને સરખેજ પોલીસે પાસા વોરંટના આધારે ફરી ઝડપી લીધો અને ભુજ જેલ હવાલે કર્યો.

અમદાવાદ: વેપન કેસમાં કોર્ટમાંથી જામીન મળ્યા બાદ તરત જ આરોપી ભાવેશ ઝીલીયાને સરખેજ પોલીસે ફરી દબોચી લીધો હતો. ભાવેશ ઝીલીયા પર ફાયરિંગ અને હથિયાર પકડવાનો મુદ્દો છે. કોર્ટે જામીન આપ્યા બાદ સરખેજ પોલીસે તેની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, વેપન કેસમાં પકડાયેલા ભાવેશ ઝીલીયાને કોર્ટે જામીન આપ્યા હતા. જોકે, આરોપી સામે પાસા વોરંટ અમલમાં હોવાથી સરખેજ પોલીસે જામીન મળ્યા બાદ તરત જ તેની ધરપકડ કરી હતી. રિમાન્ડ પૂરા થતાં આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો.

પાસા વોરંટના આધારે સરખેજ પોલીસે ભાવેશ ઝીલીયાની ધરપકડ કરી તેને ભુજ જેલ ખાતે મોકલી આપ્યો છે. આ કાર્યવાહીથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ અન્ય આરોપીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.
📲Get App