🔥 ट्रेंडिंग ફતેપુરામાં ડબગર સમાજ દ્વારા ગરબાનું આય... भीरा-पलिया मार्ग पर ट्रक-बाइक भिड़ंत:... Environmental Thriller 'Sacrifice' Sco... શિહોરીની એમ. વાલણી હાઈસ્કૂલમાં પરંપરાગ... ISRO and NASA Ready Final Test Launch... Rain Break at Chinnaswamy Stadium Sets...
17 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

મહેસાણામાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો,બે બુટલેગરો સામે ગુનો દાખલ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 17 अक्टू. 2026, 02:14 PM 👁 25
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા LCB પોલીસે બાતમીના આધારે વિનાયક રેસીડેન્સીમાં દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૨૨૩ બોટલો જપ્ત કરી છે. આ મામલે બે બુટલેગરો સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે..

મહેસાણામાં-:
નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને પ્રોહીબીશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના નિર્દેશો બાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) સક્રિય થઈ છે.LCB પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ એમ. કામળીયાની સૂચના હેઠળ LCB ની ટીમો દ્વારા સતત પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવી રહી છે.આ કાર્યવાહી દરમિયાન LCB ને ૧૬ ઓક્ટોબર,૨૦૨૬ ના રોજ ખાનગી રાહે બાતમી મળી હતી કે રમેશભાઈ સોમાભાઈ માળી, જે વિનાયક રેસીડેન્સીમાં રહે છે, તેણે તેના મળતીયા ઠાકોર ભરતજી શંકરજીના રહેણાંક મકાનમાં મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે અને તેના દ્વારા ગ્રાહકોને એક્ટિવા મારફતે ડીલીવરી કરવામાં આવે છે..

બાતમીના આધારે LCB ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.વી. પઢારીયા અને અન્ય સ્ટાફે પંચો સાથે મળીને વિનાયક રેસીડેન્સીના મકાન નંબર-એ/૧૭ માં દરોડો પાડ્યો હતો.ઘરમાં અને ઉપરના માળે તપાસ કરતાં, બેડરૂમના બાથરૂમમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની શીલબંધ પેટીઓ અને છૂટી બોટલો તેમજ બીયરના ટીન મળી આવ્યા હતા. કુલ ૧૨૨૩ બોટલો (૨૭૭.૯૪૦ લિટર) જેની કિંમત રૂ.૩,૨૨,૭૦૩.૦૮/- થાય છે, તે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.આ દરોડા દરમિયાન આરોપીઓ રમેશભાઈ સોમાભાઈ માળી અને ઠાકોર ભરતજી શંકરજી હાજર મળી આવ્યા ન હતા. LCB એ બંને વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટની કલમ ૬૫(એ)(ઈ), ૮૧, અને ૧૧૬(બી) મુજબ મહેસાણા શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનાનો ભેદ ઉકેલવામાં પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ.એમ.કામળીયા,પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.વી.પઢારીયા, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર શૈલેષકુમાર મયજીભાઇ,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર નરેન્દ્રસિંહ હઠીસિંહ,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મહેન્દ્રકુમાર માનસંગભાઇ,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર નીલેશકુમાર ગીરીશભાઈ,હેડ કોન્સ્ટેબલ મોહનસિંહ જોરસિંહ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસનીય કામગીરી રહી છે.
📲Get App