🔥 TRENDING राज्यात दुष्काळाचे संकट गहिरे, बळीराजा... સુરતમાં કાશીનગર સોસાયટીમાં પરંપરાગત મા... વિજયદીપ સોસાયટીમાં નવરાત્રીના છઠ્ઠા નો... સુરતના પાલ વિસ્તારમાં વીર એક્ઝોટિકા બિ... भूमी अभिलेख कार्यालयातील भ्रष्टाचार उघ... સુરતમાં વૈભવ લક્ષ્મી રો હાઉસમાં નવરાત્...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

ચોટીલાના રાજપરામાં વાયર ચોરીનો ભેદ ઉકેલાયો

✍️ Reporter: Solanki Ajaybhai 🗓 17 Oct 2026, 11:22 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

720 કિલો એલ્યુમિનિયમ વાયર અને ₹1.80 લાખના મુદ્દામાલ સાથે 3 ઝડપાયા

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ચોટીલાના રાજપરા ગામમાં થયેલી વાયર ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે 720 કિલો એલ્યુમિનિયમ ઇલેક્ટ્રિક વાયર અને 1.80 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને પકડ્યા છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચનાથી આ કાર્યવાહી કરાઈ હતી."
હેડ કોન્સ્ટેબલ મુન્ના રાઠોડ અને કોન્સ્ટેબલ કુલદીપ બોરિયાને મળેલી બાતમીના આધારે પોલીસે રાજપરાના જુગેશ બાવળિયાની વાડીના શેઢેથી વાયરનો જથ્થો જપ્ત કર્યો
પકડાયેલા આરોપીઓમાં જુગેશ વિહા બાવળિયા (રાજપરા, ચોટીલા), કિશન વેલા ધોરિયા (વિનયગઢ, વાંકાનેર) અને રણજીત બચુ ગણાદિયા (વિનયગઢ, વાંકાનેર) નો સમાવેશ થાય છે. આણંદપુર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 303(2) હેઠળ ગુનો નોંધાયો છે. LCB PI બી.એચ. શીંગરખીયા, PSI આર.જે. ગોહિલ અને સ્ટાફે આ કામગીરી કરી હતી."
📲Get App