अपराध
વડોદરા કોર્ટમાં હાઈવોલ્ટેજ ડ્રામા: જજની હાજરીમાં પોલીસકર્મીઓ પર યુવકનો હુમલો
यहाँ देखें:
📘 Facebook
વડોદરા કોર્ટ પરિસરમાં એક યુવકે પોલીસકર્મીઓ પર હુમલો કર્યો છે. આ ઘટનામાં આરોપી કેનેડાનો નાગરિક હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.
વડોદરા કોર્ટમાં એક હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો, જ્યાં એક યુવકે જજની હાજરીમાં જ પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરી હતી. આ ઘટના બાદ પોલીસે આરોપી ગૌરાંગ પટેલ નામના શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક માહિતી અનુસાર, ગૌરાંગ પટેલ નામનો આ યુવક કેનેડાનો નાગરિક હોવાનું સામે આવ્યું છે. તે વડોદરાની કોર્ટમાં તેની પત્ની સાથેના છૂટાછેડાના કેસમાં હાજર થયો હતો. તે દરમિયાન, તેણે માંજલપુર પોલીસ સ્ટેશનના ASI મનોજભાઈ અને હેડ કોન્સ્ટેબલ નિતીન શાહ પર હુમલો કર્યો હતો.
ઘટનાની વિગત એવી છે કે કોર્ટ રૂમમાં ગૌરાંગ પટેલે પગ પર પગ ચઢાવીને બેસ્યો હતો. આ બાબતે પોલીસે તેને ઠપકો આપતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ અકોટા પોલીસે આરોપી ગૌરાંગ પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.