🔥 TRENDING Weekly Special Train Udaipur-Delhi Sar... बिहार के मधुबनी जिले में स्थित एकादश र... શ્રી જે.એ. સંઘવી હાઈસ્કૂલ, રાજુલા ખાતે... Indore Health Dept Ends Attachments of... सुपौल में ऑर्केस्ट्रा ठिकानों पर पुलिस... Main suspect in ₹43.14 L fake‑gold loa...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ખેડા: કુખ્યાત ભાનુ ભરવાડ ગેંગ સામે ગુજસીટોક હેઠળ પ્રથમ વખત ગુનો દાખલ, મુખ્ય સૂત્રધાર અને પુત્રની અટકાયત
Crime

ખેડા: કુખ્યાત ભાનુ ભરવાડ ગેંગ સામે ગુજસીટોક હેઠળ પ્રથમ વખત ગુનો દાખલ, મુખ્ય સૂત્રધાર અને પુત્રની અટકાયત

✍️ Reporter: Chauhan Dolatsinh Jetsinh 🗓 17 Oct 2026, 12:20 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખેડા જિલ્લામાં સંગઠિત ગુનાખોરી આચરતી કુખ્યાત 'ભાનુ ભરવાડ ગેંગ' સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ગુજસીટોક કાયદા હેઠળ પ્રથમ વખત ગુનો નોંધી ગેંગના મુખ્ય સૂત્રધાર ભાનુ ભરવાડ અને તેના પુત્રની અટકાયત કરવામાં આવી છે.

ખેડા જિલ્લામાં સંગઠિત ગુનાખોરી ડામવા માટે પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. કુખ્યાત 'ભાનુ ભરવાડ ગેંગ' સામે ગુજરાત સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (ગુજસીટોક) હેઠળ ગુનો નોંધી, ગેંગના મુખ્ય સૂત્રધાર ભાનુ ભરવાડ અને તેના પુત્ર રાજેશ ઉર્ફે નવઘણ ભરવાડની અટકાયત કરવામાં આવી છે. ખેડા જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત આ કડક કાયદા હેઠળ કોઈ ગેંગ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે ગુનાખોરી ડામવામાં પોલીસની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મુખ્ય આરોપી નડિયાદ તાલુકાના બીલોદરા ગામના વતની અને નડિયાદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર ભાનુભાઈ જોધાભાઈ ભરવાડ અને તેમના પુત્ર રાજેશ ઉર્ફે નવઘણ ભાનુભાઈ ભરવાડ વિરુદ્ધ કુલ 33 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જેમાં ભાનુ ભરવાડ સામે ૧૯૯૭ થી ૨૦૨૬ દરમિયાન હત્યા, ખૂનની કોશિશ, રાયોટિંગ, લેન્ડ ગ્રેબિંગ (જમીન પચાવી પાડવી) અને ધાકધમકી જેવા ૨૦ ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે તેના પુત્ર રાજેશ ઉર્ફે નવઘણ સામે ૨૦૦૩ થી ૨૦૨૬ દરમિયાન હત્યા અને હુમલા સહિત ૧૩ ગુનાઓ નોંધાયેલા છે.

આ સમગ્ર કાર્યવાહી અમદાવાદ રેન્જ આઈજી (IG) ની પૂર્વ મંજૂરી બાદ ખેડા-નડિયાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા કરવામાં આવી છે. નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુજસીટોક એક્ટની કલમ 3(1)(ii), 3(2) અને 3(4) હેઠળ આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ ગેંગના અન્ય સભ્યોની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને વધુ ગુનાઓ બહાર આવે તેવી શક્યતા છે.
📲Get App