🔥 TRENDING हजारीबाग में दुर्गा पूजा के मद्देनजर भ... આસપુર શાળામાં ભવ્ય ગરબાનું આયોજન: વિદ્... हजारीबाग सदर अनुमंडल क्षेत्र में दुर्ग... ചാലിൽതൊടി-പയ്യനാഴി കോൺക്രീറ്റ് റോഡ് നാ... ग्रामीण कांग्रेस अध्यक्ष ने तालुका पंच... हजारीबाग में नवरात्र के सातवें दिन मां...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામમાં ગણેશપાર્ક સોસાયટીના નવરાત્રિ મહોત્સવમાં માતાજીની આરતી ઉતારવામાં આવી

✍️ Reporter: Gilani Asikali 🗓 17 Oct 2026, 09:12 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ શહેરમા જગતજનની મા અંબાના પાવન નવરાત્રિ પર્વના છઠ્ઠા નોરતે વિરમગામ ખાતે ગણેશપાર્ક સોસાયટી દ્વારા નવરાત્રિ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માતાજીની આરતી ઉતારવામાં આવી હતી, જેમાં સોસાયટીના રહીશોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને માતાજીની આરાધના કરી ધન્યતા અનુભવી હતી.આ પ્રસંગે અમદાવાદ જિલ્લા મહિલા મોરચાનાં પ્રમુખ લીનાબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.નવરાત્રિ મહોત્સવના સુંદર આયોજન બદલ સોસાયટીના તમામ આયોજકો અને સભ્યોને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં.અંતમાં મા અંબાને સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશીઓ વરસાવવાની પ્રાર્થના કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય માહોલમાં સંપન્ન થયો હતો.
રિપોર્ટર અસીકઅલી ગીલાણી, વિરમગામ
📲Get App