🔥 ट्रेंडिंग जय भवानी मंडळाच्या कार्यक्रमात रडतो पर... बीदर में 20वें वार्षिक रामलीला उत्सव क... बीदर के इंजीनियरिंग कॉलेज में 'दांडिया... સુરત: કિરણ મેડિકલ કોલેજમાં ગરબા દરમિયા... सोयाबीनच्या उत्पादनात घट बाजार समाधानक... John Cena’s ‘Matchbox’ Debuts Worldwid...
17 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

મોડાસા: જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં સાંસદ શોભના બારૈયા દ્વારા વિકાસ કાર્યો અંગે સૂચનો..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 17 अक्टू. 2026, 04:08 PM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી જિલ્લાના કલેક્ટર મિલિંદ બાપનાની અધ્યક્ષતામાં યોજાયેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં સાંસદ શોભના એમ. બારૈયાએ જનહિતના મુદ્દાઓ અને વિકાસલક્ષી કાર્યો અંગે જરૂરી સૂચનો રજૂ કર્યા..

અરવલ્લીના-:
મોડાસા સ્થિત કલેક્ટર કચેરી ખાતે અરવલ્લી જિલ્લાના કલેક્ટર મિલિંદ બાપનાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં સાંસદ શોભના એમ. બારૈયાએ સહભાગી થઈ જિલ્લાના વિવિધ પ્રશ્નો,જનહિતના મુદ્દાઓ અને વિકાસલક્ષી કાર્યો અંગે જરૂરી સૂચનો રજૂ કર્યા હતા.સાંસદ શોભના બારૈયાએ અધિકારીઓ સાથે ચર્ચા કરતાં જણાવ્યું હતું કે લોકોના પ્રશ્નોનું સમયસર નિરાકરણ લાવવું અત્યંત આવશ્યક છે..

આ સાથે સરકારી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવું જોઈએ.તેમણે વધુમાં ઉમેર્યું કે જિલ્લાના વિકાસકાર્યોને વધુ વેગ મળે તે માટે સંબંધિત અધિકારીઓએ સક્રિયપણે કામ કરવું જોઈએ અને યોજનાઓના અમલીકરણમાં પારદર્શિતા જાળવવી જોઈએ.આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો.
📲Get App