🔥 TRENDING धार्मिक आस्था के नाम पर हो रही धोखाधड़... দুর্গাপুজোর সন্ধ্যায় উত্তর কলকাতার চোর... भागलपुर में दुर्गा पूजा की सुरक्षा हेत... वन विभाग नहीं, खान प्रबंधक ने रोका गाय... Chhattisgarh government extends Diwali... Gill and Prabhsimran Lead Punjab's Ran...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

રાપરમાં નર્મદા કેનાલમાંથી મળેલ નવજાત શિશુની લાશ: ૩ આરોપી ઝડપાયા

✍️ Reporter: Rameshbhai Ven 🗓 17 Oct 2026, 09:10 PM 👁 107
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાપર પોલીસે ખેંગારપર ગામની સીમમાં નર્મદા કેનાલમાંથી મળી આવેલ નવજાત શિશુના મૃતદેહના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ મામલે પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પૂર્વ કચ્છના રાપર તાલુકાના ખેંગારપર ગામની સીમમાં આવેલી નર્મદા કેનાલમાંથી તાજા જન્મેલ નવજાત શિશુની લાશ મળી આવવાના ગંભીર પ્રકરણમાં રાપર પોલીસે ગુનાનો ભેદ ઉકેલી દીધો છે. આ ઘટનાને પગલે રાપર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસ અને કાર્યવાહી બાદ, આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં રામજીભાઈ રમણભાઈ કોલી, મનજીભાઈ રમણભાઈ કોલી અને કાંતાબેન હોથીભાઈ રાઠોડનો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓ નારણપર ગામ, તા. રાપરના રહેવાસી છે.

રાપર પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી આર.એલ. ખટાણા અને તેમના સ્ટાફે આ ગુનાનો ભેદ ઉકેલવા માટે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સીસનો અસરકારક ઉપયોગ કર્યો હતો. આ સઘન તપાસના આધારે પોલીસે આરોપીઓને સફળતાપૂર્વક ઝડપી પાડ્યા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App