🔥 TRENDING Andhra Pradesh Opens Applications for... Supreme Court clarifies electoral roll... Gujarat Energy Minister Calls on Indus... Gujarat Local Body Elections and By‑po... Delhi urged to raise standards in comp... ખેરોજ રોડ પર અકસ્માત: બસ અને સ્વિફ્ટ ક...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મોડાસા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

✍️ Reporter: Solanki Bhadreshkumar Javanbhai 🗓 17 Oct 2026, 08:18 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોડાસા ખાતે અરવલ્લી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જનહિતના મુદ્દાઓ અને વિકાસલક્ષી કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી.

આજરોજ મોડાસા સ્થિત કલેક્ટર કચેરી ખાતે અરવલ્લી જિલ્લાના કલેક્ટરશ્રી મિલિંદ બાપનાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં માનનીય સાંસદશ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા વિશેષ ઉપસ્થિતિમાં સહભાગી થયા હતા. બેઠકમાં વિધાનસભા મતવિસ્તારના વિવિધ પ્રશ્નો, જનહિતના મુદ્દાઓ અને વિકાસલક્ષી કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને જરૂરી સૂચનો રજૂ કરવામાં આવ્યા.

બેઠક દરમિયાન, લોકોના પ્રશ્નોનું સમયસર નિરાકરણ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો. સરકારી યોજનાઓનો લાભ સમાજના દરેક વર્ગ, ખાસ કરીને છેવાડાના માનવી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ ઉપરાંત, જિલ્લામાં ચાલી રહેલા વિકાસકાર્યોને વધુ વેગ મળે તે દિશામાં પણ અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા જાળવવા માટે સૂચનો આપવામાં આવ્યા.
📲Get App