🔥 TRENDING Dastgeer Sahib isa 200 years oid activ... बार एसोसिएशन में महासचिव एवं अध्यक्ष प... ರಾಯಚೂರು: ಕಾಂಗ್ರೆಸ್ ನಾಯಕರ ವಿರುದ್ಧ ಅವಹೇಳ... अररिया में रात 10 बजे से 4 बजे तक सुपर... Delhi HC Rejects Petition to Postpone... Bengaluru Man Arrested After Threateni...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતમાં બીજા ખોડલધામની સત્તાવાર જાહેરાત: અન્નપૂર્ણા ખોડલધામ નામ અપાયું

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 17 Oct 2026, 08:36 AM 👁 52
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સૌરાષ્ટ્રના કાગવડ બાદ સુરતમાં બીજા ખોડલધામના નિર્માણની લાંબા સમયથી ચાલતી અટકળોનો અંત આવ્યો છે. નવરાત્રિ દરમિયાન ભવ્ય શેરી ઓટલો ગરબામાં 'અન્નપૂર્ણા ખોડલધામ'ના નિર્માણની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના કાગવડ સ્થિત ખોડલધામ બાદ હવે સુરતમાં બીજા ખોડલધામના નિર્માણને લઈને ચાલી રહેલી અટકળો અને ચર્ચાઓ પર આખરે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. નવરાત્રિના પાવન પર્વ દરમિયાન સુરતના વરાછામાં આયોજિત ભવ્ય શેરી ઓટલો ગરબા કાર્યક્રમમાં બીજા ખોડલધામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. નવા નિર્માણ પામનારા આ ધાર્મિક સંકુલને 'અન્નપૂર્ણા ખોડલધામ' નામ આપવામાં આવ્યું છે. અગાઉ ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ દ્વારા સુરતના અંત્રોલી ખાતે ખોડલધામ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી, જેના પગલે હવે સુરતમાં પાટીદાર સમાજના બે ખોડલધામ બનશે - એક અંત્રોલીમાં અને બીજું વરાછામાં.

આ જાહેરાત થતાં જ સમગ્ર ગ્રાઉન્ડ 'જય ખોડિયાર'ના ગગનભેદી જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું. આ ઐતિહાસિક પ્રસંગે ઉપસ્થિત સમાજના અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં જોડાયેલા લોકો સમક્ષ ભાવિ અન્નપૂર્ણા ખોડલધામની એક વિશેષ ઝાંખી પણ રજૂ કરવામાં આવી હતી, જેણે સૌના હૃદયમાં અનેરો ઉત્સાહ જગાવ્યો હતો.

વરાછામાં ખોડલધામના નિર્માણની જાહેરાત થતાં જ સુરત સહિત સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ભવ્ય પ્રોજેક્ટના મુખ્ય સ્વપ્નદ્રષ્ટા તરીકે અગ્રણી મુકેશ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તેઓ આ સંકુલના નિર્માણની મુખ્ય જવાબદારી સંભાળશે. તેમની સાથે પાટીદાર સમાજના જાણીતા અગ્રણી જયંતિ એકલારા પણ ખભેખભા મિલાવીને આ કાર્યમાં જોડાયા છે, જે સમાજ માટે ગૌરવની વાત છે.
📲Get App