🔥 ट्रेंडिंग अहमदाबाद–सहरसा एक्सप्रेस में यात्री सु... मध्यप्रदेश में मतदाता सूची का विशेष सं... ग्वालियर कला विश्वविद्यालय के दीक्षांत... कोहरे के कारण दो ट्रेनें रद्द, चार के... दौसा: पीचूपारा कलां के ग्रामीण सड़क, प... स्पोटिफ़ाई ने भारत के वैश्विक संगीत क्...
17 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
शिक्षा

શિહોરીની એમ. વાલણી હાઈસ્કૂલમાં પરંપરાગત ગરબાનું આયોજન, વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા

✍️ रिपोर्टर: Dabhi sharavansinh 🗓 17 अक्टू. 2026, 03:43 PM 👁 25
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શિહોરી સ્થિત શેઠ શ્રી એમ. વાલણી હાઈસ્કૂલમાં નવરાત્રી નિમિત્તે પરંપરાગત ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

માતાજીના નવલા નોરતા ચાલી રહ્યા છે ત્યારે શિહોરીની શેઠ શ્રી એમ. વાલણી હાઈસ્કૂલમાં પરંપરાગત રીતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રીના આ પાવન પર્વ નિમિત્તે આયોજિત ગરબામાં વિદ્યાર્થીઓ અવનવા રંગીન પોશાકમાં જોવા મળ્યા હતા. શાળાના આ ગરબા આયોજનથી વિદ્યાર્થીઓ ખૂબ ખુશ થયા હતા અને તેઓ ઉમંગ-ઉલ્લાસ સાથે માતાજીના ગરબા રમીને ધન્યતા અનુભવી હતી, જેનાથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું.

કાંકરેજ તાલુકાના શિહોરી સ્થિત એમ. વાલણી હાઈસ્કૂલમાં યોજાયેલા આ ગરબા કાર્યક્રમમાં હાઈસ્કૂલના બાળકો સાથે શિક્ષકો પણ જોડાયા હતા. સૌએ સાથે મળીને માતાજીના ગરબા ગાયા હતા અને માતાજીની આરતી ઉતારીને ગરબાનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ ખૂબ જ ઉલ્લાસ સાથે ગરબા રમવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભેટસરીયા બાપુ વિશેષ ઉપસ્થિતિમાં રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો અને કાર્યક્રમની શોભા વધારી હતી.
📲Get App