ઝાલોદ પોલીસ ગ્રાઉન્ડમા છઠ્ઠા નવરાત્રિ એ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા
ઝાલોદ પોલીસ ગ્રાઉન્ડ ખાતે છઠ્ઠા નવરાત્રીના દિવસે ખેલૈયાઓ નો ગરબે ઘૂમવા ઉત્સાહ ચરમ સીમાએ હતો. પોલીસ ગ્રાઉંડ પર ખેલૈયાઓ એટલા બધા ગરબે ઘૂમવા આવ્યા કે પોલીસ ગ્રાઉન્ડ પણ નાનું પડવા લાગ્યું. ખેલૈયાઓ ને સુરક્ષા, સલામતી સાથે ગરબે ઘૂમી ટીમલીની મોજ કરી હતી. આજના ગરબામાં ડી.વાય.એસ.પી ડી.આર.પટેલ ના આમંત્રણ ને માન આપી પ્રાંત અધિકારી એ.કે.ભાટિયા, મામલતદાર, ટી.ડી.ઓ , પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, વણકતલાઈ સુંદરકાંડ મંડળ, પટેલ સમાજના આનંદના ગરબાની બહેનો, પંચાલ સમાજના આનંદના ગરબાની બહેનો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા