🔥 ट्रेंडिंग શક્તિપીઠ અંબાજીમાં સાતમા નોરતે ભક્તોનો... education ಕೃಷ್ಣಾ ಮೇಲ್ದಂಡೆ ಯೋಜನೆ: ಹಿಂಗಾರು ಹಂಗಾಮಿನ... શક્તિપીઠ અંબાજીમાં સાતમા નોરતે ભક્તોનો... ਵੱਡੀ ਖ਼ੁਸ਼ਖ਼ਬਰੀ! ਭਾਰਤ ਸਣੇ 13 ਦੇਸ਼ਾਂ ਦੇ ਨ... करैरा में भारतीय किसान यूनियन का अनिश्...
17 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

બારડોલી ગૌરવપથ પર ડિવાઇડરના કામમાં ગેરરીતિ: કલર બાદ સિમેન્ટનું અસ્તર મારવાનો પ્રયાસ

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 17 अक्टू. 2026, 09:16 AM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બારડોલીના ગૌરવપથ પર અંદાજે 5 કરોડના ખર્ચે બની રહેલા ડિવાઇડરમાં વહીવટી તંત્ર અને બાંધકામ શાખાની બેદરકારી સામે આવી છે. કલરકામ બાદ ખામીઓ છુપાવવા માટે સિમેન્ટનું અસ્તર મારવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

બારડોલી નગરપાલિકાના વહીવટી તંત્ર અને બાંધકામ શાખાની બેજવાબદાર કામગીરીનો ચોંકાવનારો નમૂનો નગરના મુખ્ય ગૌરવપથ પર સામે આવ્યો છે. ગૌરવપથ પર અંદાજે 5 કરોડના ખર્ચે ડિવાઇડર બનાવવાની કામગીરી ચાલી રહી છે. તેના પર એક હાથ કલર પણ લગાવી દેવાયો હતો. જોકે, કલર લગાવ્યા બાદ ખામીઓ છતી થતાં હવે કોન્ટ્રાક્ટર દ્વારા તેના ઉપર સિમેન્ટનું અસ્તર (લેયર) મારીને સપાટી સરખી કરવાના પ્રયાસ શરૂ કરાયા છે.

સામાન્ય નાગરિક પણ સમજી શકે કે પ્લાસ્ટર કે અસ્તર હંમેશાં કલરકામ પહેલાં થાય, નહીં કે કલર થઈ ગયા પછી! આ ઉલટી ગંગા જોઈ નગરજનો પણ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે કે શું પાલિકામાં ટેકનિકલ નિયમો જેવું કશું બચ્યું જ નથી?

આવું કરવા પાછળનું સંભવિત કારણ ડિવાઇડરનું ચણતર અને પ્રાથમિક પ્લાસ્ટર કરતી વખતે કોન્ટ્રાક્ટરે લેવલિંગ કે ફિનિશિંગ કર્યું ન હોય તેવું જણાઈ રહ્યું છે. બિલ પકવવા કે કામ પૂર્ણ બતાવવાની ઉતાવળમાં સીધો એક હાથ કલર માર્યો હોય તેમ લાગી રહ્યું છે.

પરંતુ કલર થતાં જ સપાટી પરના ખાડા, તિરાડો અને વાંકાચૂંકા ભાગો સ્પષ્ટ દેખાવા લાગતા હવે ઉચ્ચ સ્તરેથી પોલ પકડાઈ જવાની બીકે કે કામ ઢાંકવા માટે કલરની ઉપર જ સિમેન્ટ-રેતીનું અસ્તર ચોંટાડીને સપાટી સમથળ કરવાનો નિષ્ફળ પ્રયાસ થઈ રહ્યા હોવાનું ડિવાઇડરની કામગીરી નજરે જોનારા નગરજનો જણાવી રહ્યા છે.
📲Get App