अपराध
વાગડમાં ગેરકાયદે ખનિજ માફિયા પર તંત્રનો સપાટો: ૮ કરોડના ૨૦ વાહનો જપ્ત
ભચાઉ અને રાપર પંથકમાં ખાણ-ખનિજ વિભાગ, આરટીઓ અને પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીમાં કુલ ૨૦ જેટલાં વાહનો જપ્ત કરવામાં આવ્યાં છે, જેમાંથી ૨૦ ટ્રક, ૩ હિટાચી અને ૧ ટ્રેક્ટર કમ લોડરનો સમાવેશ થાય છે. આ વાહનોની કિંમત આશરે ૮ કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.
કચ્છ જિલ્લાના વાગડ પંથકમાં ગેરકાયદે ખનિજ ચોરી અને પરિવહન સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ભચાઉના પ્રાંત અધિકારીની આગેવાની હેઠળ ભચાઉ અને રાપરના મામલતદારો, ખાણ-ખનિજ વિભાગ અને આરટીઓ તંત્ર દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન કુલ ૨૦ જેટલાં ખનિજ ભરેલાં વાહનો જપ્ત કરવામાં આવ્યાં છે, જેમાં ૨૦ ટ્રક, ૩ હિટાચી અને ૧ ટ્રેક્ટર કમ લોડરનો સમાવેશ થાય છે. આ તમામ વાહનોની કિંમત આશરે ૮ કરોડ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે.
સૂરજબારી ટોલ પ્લાઝા પર પણ ઓવરલોડ ખનિજ વહન કરતી ૧૫ ટ્રકોને ઝડપી પાડવામાં આવી હતી. આ ટ્રકો પર સ્થળ પર જ ૩.૬૦ લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત, રાપરના લોદ્રાણી ગામમાં બે એકર જમીનમાં થઈ રહેલાં ગેરકાયદે ખનિજ ખનન પર દરોડો પાડીને ૨ હિટાચી અને ૩ ટ્રક જપ્ત કરવામાં આવી હતી.
રાપર પંથકમાં ગેરકાયદે ખનિજ પરિવહન કરતી ૧૩ ટ્રકો, જાટાવાડા ગામમાં ગેરકાયદે ખાણકામ સ્થળેથી એક ટ્રેક્ટર કમ લોડર અને આધોઈ ગામ પાસેથી એક હિટાચી મશીન પણ જપ્ત કરવામાં આવ્યું છે. સૂરજબારી ટોલ નાકા પર તપાસ દરમિયાન રોયલ્ટી પાસ વગર ખનિજ પરિવહન કરતી ૪ ટ્રકોને પણ ઝડપી લેવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.