Local
સુરતમાં મનપા દ્વારા પુણા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવાયું
સુરત મહાનગરપાલિકાના ઝોન-A દ્વારા પુણા વિસ્તારમાં આવેલી રણુજાધામ અને વિષ્ણુપાર્ક સોસાયટીમાં મંજૂરી વિના કરાયેલા ગેરકાયદે બાંધકામો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. મિલકતદારોને નોટિસ આપવા છતાં બાંધકામ દૂર ન કરાતાં ડિમોલિશન હાથ ધરાયું હતું.
સુરત મહાનગરપાલિકાના પૂર્વ (વરાછા) ઝોન-A વિસ્તારમાં મંજૂરી વિના ખડકી દેવાયેલા અનધિકૃત બાંધકામો સામે પાલિકા તંત્રએ લાલ આંખ કરી છે. પુણા વિસ્તારમાં આવેલી રણુજાધામ સોસાયટી અને વિષ્ણુપાર્ક સોસાયટીમાં પાલિકાની ટીમે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન હાથ ધરીને ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કર્યા હતા. નોટિસો આપવા છતાં મિલકતદારોએ સ્વૈચ્છિક બાંધકામ દૂર ન કરતાં આખરે તંત્રએ હથોડા ચલાવ્યા હતા.
રણુજાધામ સોસાયટીમાં, ફાઇનલ ટી.પી. સ્કીમ નં. 11 (પુણા), ફાઇનલ પ્લોટ નં. 6+7 સ્થિત સબ પ્લોટ નં. 193 પર ભોંયતળિયાથી બીજા માળ ઉપરાંત પાલિકાની કોઈપણ પૂર્વ મંજૂરી વિના ગેરકાયદેસર રીતે ત્રીજો અને ચોથો માળ ખડકી દેવાયો હતો. આ સંદર્ભે પાલિકા દ્વારા ધી જી.પી.એમ.સી. એક્ટ 1949ની કલમ 260(1)/(અ) હેઠળ નોટિસ ફટકારવામાં આવી હતી. તેમછતાં બાંધકામ દૂર ન કરાતાં પાલિકાએ સ્થળ પર જઈને આશરે 400 ચોરસ ફૂટ વિસ્તારમાંથી પતરાનું શેડ તેમજ 470 ચોરસ ફૂટ વિસ્તારનું ચણતર કામ તોડી પાડ્યું હતું.
બીજા કિસ્સામાં, વિષ્ણુપાર્ક સોસાયટીમાં, ફાઇનલ ટી.પી. સ્કીમ નં.12 (પુણા), ફાઇનલ પ્લોટ નં. 62 સ્થિત સબ પ્લોટ નં. 142 52 પર ભોંયતળિયાથી ત્રીજા માળ સુધી ગેરકાયદે બાંધકામ ઊભું કરી દેવાયું હતું. પાલિકા દ્વારા કાયદેસરની નોટિસો પાઠવવા છતાં કોઈ સંતોષકારક પગલાં ન લેવાતા તંત્રએ સ્થળ પર એન્ટ્રી નોટિસ આપી ત્રીજા માળે થયેલું આશરે 150 ચોરસ ફૂટનું RCC સ્લેબ અને 200 ચોરસ ફૂટનું ચણતર કામ તોડી પાડ્યું હતું. આ સાથે નિયમ મુજબ ડિમોલિશનનો વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવ્યો હતો.