🔥 TRENDING Youth Running Tea Stall Shot in the Le... Actor Mohit Rana and Wife Attend Bhasm... बीड एमआयडीसीसाठी प्रस्तावित औद्योगिक क... ઉર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભ... उत्तराखण्ड के राज्यपाल लेफ्टिनेंट जनरल... बीजेपी के अनुभवी नेता का टिकट काटा
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

કીમ-ઓલપાડ માર્ગ પર રખડતાં ઢોરનો ત્રાસ: બે દિવસમાં ચાર અકસ્માત, એક યુવકની હાલત ગંભીર

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 17 Oct 2026, 08:47 AM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કીમ-ઓલપાડ સ્ટેટ હાઇવે-65 પર રખડતાં ઢોર વાહનચાલકો માટે જીવલેણ બની રહ્યા છે. છેલ્લા બે દિવસમાં જ ચાર ગંભીર અકસ્માતો સર્જાયા છે, જેમાં એક યુવકની હાલત અત્યંત નાજુક છે.

કીમ સ્ટેટ હાઇવે-65 પર રખડતાં ઢોરનો ત્રાસ વાહનચાલકો માટે મોતનું કારણ બની રહ્યો છે. છેલ્લા બે દિવસમાં જ અકસ્માતની ચાર ઘટનાઓ સામે આવતાં માર્ગ સુરક્ષા અને સ્થાનિક વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઘટનાઓમાં વાહનચાલકોને ગંભીર ઈજાઓ થઈ છે અને કેટલાક કિસ્સાઓમાં પશુઓના પણ મોત થયા છે.

ગુરુવારની સાંજે કીમ નજીક માત્ર એક જ કલાકમાં બે અકસ્માત રખડતાં ઢોર સાથે બાઈક અથડાવાના કારણે સર્જાયા હતા. આ પૈકી એક ઘટનામાં કીમ સાંઈ પુંજન પાસે બાઈક અને ગાય વચ્ચે જોરદાર ટક્કર થતાં કીમના કેતન સોલંકી નામના બાઈકચાલક ગંભીર ઈજાઓને કારણે બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક કીમની સાધના હોસ્પિટલમાં અને બાદમાં વધુ સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે.

આ અકસ્માતોમાં બે ગાયનાં પણ મોત થયા હોવાની ચર્ચા છે. રસ્તા પર અબોલ પશુઓના મૃતદેહને કારણે અન્ય વાહનચાલકો મુશ્કેલીમાં ન મુકાય તે માટે સ્થાનિક ગૌરક્ષકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ અગાઉ બુધવારે પણ એક વિદ્યાર્થીનો હાથ અકસ્માતમાં તૂટી ગયો હતો અને એક મહિલા વાહનચાલક પણ તેનો ભોગ બન્યા હતા.

મળતી માહિતી મુજબ, કીમ-ઓલપાડ રાજ્ય ધોરી માર્ગ પર કીમ ગામથી મૂળદ પાટિયા ત્રણ રસ્તા સુધી રખડતાં ઢોરોને કારણે અકસ્માતોની સંખ્યામાં દિનપ્રતિદિન ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. બે દિવસમાં થયેલા ચાર મોટા અકસ્માતો આ વિસ્તારમાં વધી રહેલા જોખમ તરફ સ્પષ્ટ ઈશારો કરે છે.
📲Get App