Crime
નડિયાદના પૂર્વ કાઉન્સિલર ભાનુ ભરવાડ અને પુત્ર સામે ગુજસીટોક હેઠળ ગુનો, પોલીસ કસ્ટડીમાં દાદાગીરીનો આક્ષેપ
જમીન કૌભાંડો અને અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા નડિયાદના પૂર્વ કાઉન્સિલર ભાનુ ભરવાડ અને તેના પુત્ર નવઘણ ભરવાડ સામે પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસ કસ્ટડી દરમિયાન નવઘણ ભરવાડ દ્વારા પત્રકારો સાથે દાદાગીરી કરાયાનો આક્ષેપ છે.
નડિયાદ શહેરમાં લાંબા સમયથી જમીન પચાવી પાડવા અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા આતંક મચાવનાર પૂર્વ કાઉન્સિલર ભાનુ ભરવાડ અને તેના પુત્ર નવઘણ ભરવાડ સામે આખરે પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે. ખેડા જિલ્લા પોલીસે સંગઠિત ગુનાખોરી ડામવા માટે આ કડક પગલું ભર્યું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજકીય આશીર્વાદથી બેફામ બનેલા આ ભૂ-માફિયાઓ પર ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી બાદ આરોપી નવઘણ ભરવાડને પોલીસ કસ્ટડીમાં લઈ જવાઈ રહ્યો હતો, તે સમયે એક પત્રકાર તેનો વિડીયો ઉતારી રહ્યો હતો. આ દરમિયાન, નવઘણ ભરવાડ દ્વારા પત્રકાર સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું.
આક્ષેપ છે કે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં જ જાણે કે કાયદાનો કોઈ ડર ન હોય તે રીતે નવઘણ ભરવાડે પત્રકાર સાથે દાદાગીરી ભર્યું વર્તન કર્યું હતું. આ ઘટનાએ કાયદો વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ સર્જ્યો છે.