🔥 TRENDING राजस्थान पेंशनर समाज की करौली बैठक में... श्री राधा-मदनमोहन जी और श्री राधा-गोपा... Delhi Receives Rain Alert from IMD as... पुलिस अधिकारियों ने मतदान केंद्रों का... IIT Mandi Unveils Solar-Powered Water... ఎమ్మిగనూరు టీడీపీ కార్యాలయంలో వాల్మీకి...
26 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ચીખલી તાલુકાના ગામોમાં વિવિધ સરકારી કચેરીઓની કામગીરીનું નિરીક્ષણ

✍️ Reporter: Hariom Borse 🗓 17 Oct 2026, 08:10 AM 👁 54
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ચીખલી તાલુકાના હરણગામ અને વેલણપુર ગામોમાં પ્રાથમિક શાળાઓ, આંગણવાડી કેન્દ્રો, આરોગ્ય મંદિરો, ગ્રામ પંચાયતો અને સસ્તા અનાજની દુકાનોની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું.

આજરોજ ચીખલી તાલુકાના હરણગામ અને વેલણપુર ગામોની મુલાકાત લઈ ત્યાંની પ્રાથમિક શાળાઓ, આંગણવાડી કેન્દ્રો, આયુષ્માન આરોગ્ય મંદિરો, ગ્રામ પંચાયતો અને સરકારી સસ્તા અનાજની દુકાનોની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું.

પ્રાથમિક શાળાઓની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓની સંખ્યા, શિક્ષકોની હાજરી અને શૈક્ષણિક સુવિધાઓની સમીક્ષા કરીને ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું. આંગણવાડી કેન્દ્રોમાં બાળકોના પોષણ, વજન-ઊંચાઈની ચકાસણી તેમજ બાળકોને આપવામાં આવતા નાસ્તા અને ભોજનની વ્યવસ્થા અંગે માહિતી મેળવી જરૂરી સૂચનાઓ આપવામાં આવી.

આયુષ્માન આરોગ્ય મંદિરોમાં સગર્ભા મહિલાઓ, હાઈ-રિસ્ક કેસો, લેબોરેટરીની સુવિધાઓ અને દર્દીઓને આપવામાં આવતી આરોગ્ય સેવાઓની સમીક્ષા કરવામાં આવી. ગ્રામ પંચાયતોમાં સરકારી ફી, શાળા-આંગણવાડીનાં મકાનોની સ્થિતિ અને અન્ય પાયાની સુવિધાઓ અંગે પણ માહિતી મેળવવામાં આવી.

સરકારી સસ્તા અનાજની દુકાનોની તપાસ દરમિયાન અનાજના જથ્થાની ચકાસણી કરવામાં આવી અને વિતરણમાં કોઈ ગેરરીતિ ન થાય તથા ફરિયાદો ન મળે તે માટે તકેદારી રાખવાની સૂચનાઓ આપવામાં આવી.
📲Get App